શોધખોળ કરો

'ભાજપના ધારાસભ્ય ગુમ છે' - પહેલા જ વરસાદમાં રૉડ-રસ્તાં તુટી જતાં સ્થાનિકોએ પૉસ્ટરો લગાવીને કર્યો ધારાસભ્યનો વિરોધ

રાજકોટમાં ધોરાજી વિસ્તારના ધારાસભ્ય વિરુદ્ધ લોકોએ અનોખો વિરોધ શરૂ કર્યો છે. ધોરાજીમાં ધારાસભ્ય ગુમ થયાના પૉસ્ટરો લાગ્યા છે

Rajkot: રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યુ છે, પહેલા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે, ઠેર ઠેર રૉડ અને રસ્તાંઓ તુટી ગયા છે, અને આ મુદ્દે ઠેર ઠેર વિવાદો અને વિરોધ પણ શરૂ થઇ ગયા છે, આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, અહીં ધોરાજીમાં ભાજપના ધારાસભ્ય વિરુ્દ્ધ જોરદાર પૉસ્ટર વિરોધ ઉઠ્યો છે. 

માહિતી એવી છે કે, રાજકોટમાં ધોરાજી વિસ્તારના ધારાસભ્ય વિરુદ્ધ લોકોએ અનોખો વિરોધ શરૂ કર્યો છે. ધોરાજીમાં ધારાસભ્ય ગુમ થયાના પૉસ્ટરો લાગ્યા છે. ધોરાજીમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા છેલ્લા ઘણા સમયથી ગુમ છે ના પૉસ્ટરો સ્થાનિક દ્વારા લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધોરાજીના રસ્તા પ્રથમ વરસાદે જ ધોવાઇ ગયા છે ઠેર ઠેર મોટા મોટા ગાબડાં પડી ગયા છે, આવા તુટેલા રૉડ રસ્તાને લઇને શહેરીજનોએ આવા પૉસ્ટર લગાવીને રોષ ઠાલવ્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને ખોબલે ખોબલે મત આપ્યા બાદ ગાયબ થઇ ગયેલા ધારાસભ્ય પાડલીયાને પ્રજા શોધી રહી છે એવો પૉસ્ટરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોરાજીના કેટલાય વિસ્તારોમાં આવા પૉસ્ટર લગાવીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. લોકોને બિસ્માર રૉડ રસ્તાંથી પડી રહેલી તકલીફોનો આ પૉસ્ટરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન આ શહેરોને અપાયું યલો એલર્ટ

હવામાન વિભાગે આપેલા સંકેત મુજબ આગામી 24 કલાક રાજકોટ જિલ્લા માટે પણ ભારે છે અહીં સમગ્ર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનો અનુમાન છે. હાલ વરસાદ માટેની એ સિસ્ટમ સક્રિય છે. જેના પગલે 2 જુલાઇ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. જો કે 2 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વધુ વરસાદના સંકેત આપ્યાં છે. જેમાં અમરેલી અને જૂનાગઢ સાથે રાજકોટ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગે રાજકોટ યેલો એલર્ટ આપ્યું છે. આ સાથે ક્યાં વિસ્તારમાં યલો અલર્ટ અપાયું છે.

ક્યાં યલો એલર્ટ?

અમદાવાદ
રાજકોટ
પોરબંદર
બોટાદ
આણંદ
વડોદરા
નર્મદા

રાજકોટના ઉપલેટામાં મૂશળધાર વરસાદ

રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી  સતત અનરધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારમે રાજકોટના ઉપલેટાના જીવાદોરી સમાન મોજ ડેમ ઓવરફ્લો થયો છે.   મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમના 27 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો છે.  મુશળધાર વરસાદના કારણે રાજકોટની ભાદર નદીમાં  ધોડાપૂર આવ્યું છે. નદીના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે. જેતપુર અને ગોંડલમાં વરસેલા વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે. ભાદર- 2 ડેમમાં પાણીની આવક થતાં 6 દરવાજા ખોલવામાં આવ્યા છે.

રાજકોટના જેતપુર છેલ્લા 5 દિવસથી અનરાધાર વરસાદ

રાજકોટના જેતપુરમાં મેઘ મહેર હવે કહેર બની ગયો છે. છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદના કારણે નવાગઢના ઈલાહી ચોકના કારખાનાઓમાં ઘૂંટણ સામે  પાણી ભરાયા છે. કાપડ, મશિનરી, વાહનો સહિતનો સામાન પાણીમાં ડૂબ્યા છે. નીચાણવાળા વિસ્તારના મજૂરોના ઘરોમાં  પાણી ભરાઇ જતાં તા ઘરવખરીને ભારે નુકસાન પહોચ્યું છે.

રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ

રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે.  9 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 198 રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.  

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Smart Meter Protest | સ્માર્ટ મીટરનો કકળાટ | ગ્રાહકને 10 જ દિવસ રૂ. 2 હજારનું બીલ?Mahisagar Marriage | 75 વર્ષના દાદા બન્યા ‘વરરાજા’, પોતાના લગ્નમાં મન મૂકીને નાચ્યાRajkot News । રાજકોટમાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડનો કેસ આવ્યો સામેBharuch News । ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર સર્જાયો ટ્રાફિકજામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
દમણના કચીગામમાં દિપાલી બારમાં એક યુવકની હત્યાથી ખળભળાટ, જાણો વધુ વિગતો 
UPSSSC JA Recruitment 2024: જૂનિયર એનાલિસ્ટની પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, તાત્કાલિક કરો અરજી
UPSSSC JA Recruitment 2024: જૂનિયર એનાલિસ્ટની પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, તાત્કાલિક કરો અરજી
Narayanan Vaghul: ભારતના જાણીતા બેન્કર નારાયણન વાઘુલનું ચેન્નઇમાં નિધન
Narayanan Vaghul: ભારતના જાણીતા બેન્કર નારાયણન વાઘુલનું ચેન્નઇમાં નિધન
આગામી સોમવારે શેરબજારમાં નહી થાય ટ્રેડિંગ, BSE-NSE રહેશે બંધ, જાણો કારણ?
આગામી સોમવારે શેરબજારમાં નહી થાય ટ્રેડિંગ, BSE-NSE રહેશે બંધ, જાણો કારણ?
Parenting: શું તમારું બાળક પણ કરે છે વધુ ગુસ્સો? જાણી લો ક્યાક તેનું કારણ તમે તો નથીને
Parenting: શું તમારું બાળક પણ કરે છે વધુ ગુસ્સો? જાણી લો ક્યાક તેનું કારણ તમે તો નથીને
Embed widget