શોધખોળ કરો

Rajkot Dhruva Murder Case : ધ્રુવાની હત્યા પછી આખો દિવસ આરોપી સાથે રૂમમાં રહ્યો, પોલીસે બીજા શું કર્યા મોટા ખુલાસા?

હોટેલ નોવામાં થયેલી હત્યાના કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સવારે ૧૦-૩૦ વાગ્યે જ ધ્રુવાની હત્યા કરી દીધી હતી.

રાજકોટઃ હોટેલ નોવામાં થયેલી હત્યાના કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સવારે ૧૦-૩૦ વાગ્યે જ ધ્રુવાની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ સાંજના સમયે યુવકે એસિડ અને પાણી બહારથી મંગાવ્યા  હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક પહેલાથી જ તેની સાથે પ્લાસ્ટિકની લોકર પટ્ટી,બ્લેડ સહિતની ચીજવસ્તુઓ લાવ્યો હતો. હત્યા કર્યા બાદ તેને એસિડ પી આત્મહત્યાની કોશિશ કરી. એસિડ પીધા પછી તેને તેના ભાઇને જાણ કરી હતી. છેલ્લા બે વર્ષથી યુવક અને મૃતક એકબીજાના સંપર્કમાં હતા.

પોલીસે જણાવ્યું હતું કે, આ કપલ સવારે 9 વાગ્યે હોટલમાં ચેકઇન કર્યું હતું. કોઈ બાબતે એમને સંબંધ હશે, પણ કોઈ બાબતે પ્રશ્નો થયો. જેમાં યુવકે પેકેજિંગ કરવાની જે પટ્ટી સાથે લાગ્યો હતો, તેનાથી વિકટીમનું ગળું દબાવીને હત્યા કરી નાંખી છે. આ બનાવ સવારે 10થી 10.30 વાગ્યે બની ચૂક્યો છે. ત્યાર પછી આખો દિવસ આરોપી તેની સાથે રૂમમાં રહ્યો છે. આ પછી સાંજે છ વાગ્યાની આસપાસ એણે પોતે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિકટીમના ફાધરની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. તેમણે આધાર કાર્ડમાં તારીખમાં ફેરફાર મુદ્દે કહ્યું કે, બંનેએ પોતાના હાથે જ આધાર કાર્ડ હોટલમાં આવ્યા હતા. તપાસ પછી આગળની કાર્યવાહી કરાશે. જોકે, પોલીસે તેમની વચ્ચે પ્રેમસંબંધ હતો કે નહીં, તેમની વચ્ચે શારીરિક સંબંધો હતા કે નહીં, તે પીએમ પછી સામે આવશે, તેમ કહ્યું હતું. 

રાજકોટ હોટેલ નોવામાં યુવતીની હત્યા અને યુવકના આપઘાતનો મામલે હવે મૃતક ધ્રુવા જોષીના પિતા હિરેનભાઈ જોષીનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે સવારથી જ ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતા અમે ફોન કર્યો હતો. ફોન કરતા જેનીશે ધ્રુવાની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું. કોઈ પ્રેમ સંબંધ પણ હોઈ તેવી કોઈ દિવસ જાણ પણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ પણ આવી કોઈ વાત અમારા ધ્યાને આવી નથી. અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી થાય .

કરણપરા વિસ્તારમાં આવેલા નોવા હોટેલમાં યુવતીની હત્યા કરી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોરબંદરનો યુવક અને જામનગરની યુવતી રાજકોટમાં આવ્યા હતા. હોટલ નોવાના રૂમ નંબર 301માં યુવતીની હત્યા કરી યુવકે એસિડ પીધું. યુવકને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલે ખસેડાયો. એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો . યુવકે યુવતીની હત્યા કરતાં પહેલાં પરિવારને ફોન પર જાણ કરી હતી. 

યુવતીએ માતા પાસે મદદ માંગી છતાં યુવકે કરી યુવતીની હત્યા. યુવતીના માતા પિતા જામનગરથી રાજકોટ પહોંચે તે પહેલાં જ યુવતીએ જીવ ગુમાવ્યો. યુવકનું નામ જેમીશ દેવાયતકા અને યુવતીનું નામ ધ્રુવા જોશી છે. સવારથી યુવક અને યુવતી નોવા હોટલમાં રોકાયા હતા. હત્યા અને આપઘાત મામલે એસીપી જી.એસ ગેડમનું નિવેદન પણ સામે આવ્યું છે. એસીપીએ કહ્યું કે,  યુવતીને ગળે ટાઈ બાંધી હત્યા કાર્ય હોવાનું પ્રાથમિક તારણ છે. યુવતી અને યુવક સવારે ૯ વાગ્યે હોટેલમાં આવ્યા હતા. યુવકે હત્યા અને આપઘાત પહેલા પરિવારને જાણ કરી હતી. હોટલમાં એસિડ કેવી રીતે લઈ ગયા તેની તપાસ કરાશે. યુવક અને યુવતીના ફોન કબ્જે કર્યા. ફોનમાંથી પોલીસને મળ્યા રેકોર્ડિંગ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget