શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં કોરોનાએ મચાવ્યો કાળો કેરઃ જિલ્લા કલેક્ટરને પણ લાગ્યો કોરોનાનો ચેપ
કોરોનાના સંક્રમણ વચ્ચે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ સંક્રમિત થયા છે. સામાન્ય લક્ષણો જણાતા રેમ્યા મોહનને હોમ આઈસોલેટ કરાયા છે.
રાજકોટઃ શહેરમાં વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ સંક્રમિત થયા છે. સામાન્ય લક્ષણો જણાતા રેમ્યા મોહનને હોમ આઈસોલેટ કરાયા છે. સંક્રમિત હોવાથી કલેક્ટર હવે તેમના નિવાસસ્થાનેથી કામગીરી શરૂ રાખશે.જોકે, સમગ્ર મામલે હજુ સત્તાવાર જાહેરાત કરવામા આવી નથી. રાજકોટ શહેર સહિત જિલ્લામા કોરોના વોરિયર્સ તરીકે કલેકટર તરીકે છેલ્લા પાંચ માસથી કાર્યરત હતા.
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હાલ, વસ્તીની દ્રષ્ટીએ કોરોનાનું સંક્રમણ રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં હોવાનો આઇએમએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટના કોંગ્રેસના એક નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોંગ્રેસના મહિલા અને કોર્પોરેટર ભાનુબેન સોરાણી કોરોના સંક્રમિત થયા છે. તેમને કોરોનાનો ચેપ લાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેઓ જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. નોંધનીય છે કે, અગાઉ રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકર પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ સિવાય ભાજપના સાંસદો ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કિરીટ સોલંકી, હસમુખ પટેલ, અભય ભારદ્વાજ અને રમેશ ધડૂક કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
થોડા દિવસો પહેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોના થયો હતો. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને ફેફસામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અભય ભારદ્વાજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ભાજપના નેતા કશ્યપ શુક્લ, તેમના ભાઈને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત મંત્રી જયેશ રાદડીયાને પણ કોરોના પોઝિટિવ આવ્યો. છે. રાજકોટમાં હવે દરરોજ 125 થી 150 લોકોને કોરોના પોઝિટિવ આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion