શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajkot: અનૈતિક સંબંધ રાખવા મુદ્દે થઈ માથાકૂટ, પૂર્વ પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

મૃતક યુકને દોઢ વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાયો હતો. જેને થોડા સમય પહેલાં તોડી નાંખ્યો હતો. બાદમાં પૂર્વ પ્રેમિકાએ અન્ય યુવક સાથે મૈત્રી કરાર કર્યો હતો.

Rajkot: રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક સંબંધ રાખવા મુદ્દે પૂર્વ પ્રેમી અને પ્રેમિકામાં માથાકૂટ થઈ હતી. જે બાદ પૂર્વ પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમિને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક યુકને દોઢ વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાયો હતો. જેને થોડા સમય પહેલાં તોડી નાંખ્યો હતો.  બાદમાં પૂર્વ પ્રેમિકાએ અન્ય યુવક સાથે મૈત્રી કરાર કર્યો હતો.

શું છે મામલો

રાજકોટના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં ઉત્તરાયણની સાંજે પ્રેમ સંબંધના કિસ્‍સામાં કોઠારીયા રોડ હુડકો ક્‍વાર્ટરના હિરેન જાદવ પર તેની પૂર્વ પ્રેમિકા જ્યોત્સના અને પ્રેમિકાના હાલના પ્રેમી પરસોતમે છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ યુવાનનું રવિવારે સવારે મોત નીપજતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો હતો. હુમલો કરનાર અને તેના બે મિત્રો વિરૂદ્ધ પણ આજીડેમ પોલીસે જ્યોત્સનાની ફરિયાદ પરથી હત્‍યાની કોશિશનો ગુનો નોંધ્‍યો હતો. જ્યોત્સનાએ ફરિયાદમાં એવું જણાવ્‍યું હતું કે, પોતે હવે સંબંધ રાખવા ઇચ્‍છતી ન હોવા છતાં અગાઉનો હિરેન ધરાર અનૈતિક સંબંધ રાખવા કહેતો હોઇ માથાકૂટ થઇ હતી. એ કારણે તેણે મારા હાલ હું જેની સાથે કરારથી રહું છું તે પરસોતમ પર હુમલો કર્યો હતો.

હિરેન જાદવ સ્‍કૂલવેન ચલાવતો હતો. તેને દોઢેક વર્ષ પહેલા જ્‍યોત્‍સના સાથે પ્રેમ સંબંધ હતો. હિરેને થોડા સમય પહેલા પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. જે બાદ જ્‍યોત્‍સના પરષોત્તમ સાથે મૈત્રીકરારમાં રહેતી હતી. હિરેનને આ પસંદ ન હોઇ માથાકૂટ ચાલતી હતી.  ઉત્તરાયણના દિવસે બોલાચાલી થતાં પરષોત્તમે છરીનો ઘા હિરેનને પેટમાં મારી દીધો હતો. તેમજ બીજા ઘા પણ માર્યા હતાં. લોકો ભેગા થઇ ગયા હતાં અને હિરેનના ભાઇ કાનાને બોલાવતાં તે આવી ગયો હતો અને હિરેનને હોસ્‍પિટલમાં ખસેડ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

‘એને ભાગી જવું હતું તો મારા ભાઈને કેમ મારી નાંખ્યો’, વિધર્મી પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારનાર બેવફા પત્નીના નણંદનો વલોપાત

હાલ સમાજમાં આડા સંબંધોના કેસો વધી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, આ સંબંધોમાં પ્રેમી કે પ્રેમિકાને પામવા માટે પતિ અથવા તો પત્નીની હત્યાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. દાહોદમાં વિધર્મી પ્રેમીને પામવા પરિણીતાએ તેના પતિની હત્યા કરી હતી. પરિણીતા  વિધર્મીના પ્રેમમાં એટલી હદે પાગલ થઈ ગઈ હતી કે પતિનો કાયમી કાંટો કાઢી નાંખવાનો નિર્ણય કરી લીધો. જેથી તેણીએ પતિને થતી નાની મોટી તકલીફ માટે ટ્રીટમેન્ટ તરફ દોરી જતી હતી. બીજી બાજુ આ તેના ઘરમાં થતી તમામ ગતિવિધિઓ અને તેના પતિને પડતી તકલીફોની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી રાજકોટ બેઠેલા પ્રેમી ઇન્ઝમામ સુધી પહોંચાડતી હતી.

આ અંગે મૃતકની બહેને કહ્યું, કેવી બાયડી હશે કે બીજા છોકરા સાથે પ્રેમસબંધ માટે પોતાના પતિની જ હત્યા કરી દીધી. બીજા પુરુષ સાથેના સબંધમાં પતિને જ પતાવી દીધો હોય તો કેવી ખરાબ કહેવાય બાયડી. મારા ભાઈ પાસેથી પૈસા લઈને બીજા છોકરા પાછળ વાપરતી હોય તો શું ખબર. મારા ભાઈને ડરાવી ધમકાવીને રાખતી હોય તો શું ખબર. મારાભાઈની ઉંમર 25 વર્ષ હતી. મારો ભાઈ કેટલી નાની ઉંમરનો હતો અને એને ભાગી જવું હતું તો મારા ભાઈને કેમ મારી નાખ્યો? એમણે શું ગુનો કર્યો હતો? બન્નેને સજા મળવી જોઈએ. સાહેબ, મારા પપ્પા નથી. હું 10માં ધોરણમાં ભણતી હતી ત્યારે મારા પપ્પા ગુજરી ગયા છે અને મારા મમ્મી ખેતીકામ કરે છે. તેમણે જ અમને મોટા કર્યા. મારી મમ્મી પર શું વીતે? છોકરાના ભરોસે જીવવા છોકરાને મોટો કર્યો હતો. છોકરીએ આવી રીતે મારા ભાઈને મરાવી નાંખ્યો તો શું કરવાનું. 

મૃતક રોહિત બામણીયા મૂળ દાહોદ જિલ્લાના વડવા ગામનો રહેવાસી હતો. વર્ષ 2010માં તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. રોહિતના પિતાના બાદ તેને સરકારના રહેમરાહ હેઠળ 2017માં રેલવે ટ્રેક મેન એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. 2017માં રોહિત અને અનુરાધાના લગ્ન થયા અને છેલ્લા પાંચ વર્ષથી રોહિત અને અનુરાધા પરિવારથી દૂર અમદાવાદના ખોખરા વિસ્તારમાં રેલવે કોલોની ખાતે રહેતા હતા. જો કે લગ્નના પાંચ વર્ષ થઈ ગયા હોવાછતાં તેમને કોઈ સંતાન નહોતું. લગ્નના થોડા સમય બાદ રોહિતની પત્ની અનુરાધા સોશિયલ મીડિયા દ્વારા રાજકોટના ઇન્ઝમામ ખ્યારના સંપર્કમાં આવી હતી. ઇન્ઝમામ અને અનુરાધા અવારનવાર સોશિયલ મીડિયા થકી વાતચીત કરતા હતા અને આ વાતચીત આગળ જતા પ્રેમમાં પરિણમી હતી. જેનો કરૂણ અંજામ પતિની હત્યા દ્વારા આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
શિવસેના પ્રમુખ એકનાથ શિંદેની તબિયત બગડી, ઘરે પહોંચી ડૉક્ટરોની ટીમ 
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી
Embed widget