(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: ડુંગળીના ઘટતા ભાવ મુદ્દે આજે ફરી ગોંડલ માર્કેટ યાર્ડ બહાર ખેડૂતોનો વિરોધ, 10 ખેડૂતોની અટકાયત
Rajkot: ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને ભાવ મુદ્દે ખેડૂતોનો આક્રોશ યથાવત છે.
Rajkot: ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને ભાવ મુદ્દે ખેડૂતોનો આક્રોશ યથાવત છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ઘટતા ડુંગળીના ભાવની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગોંડલ માર્કેટ યાર્ડ બહાર સતત બીજા દિવસે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પોલીસે 10 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી. ગોંડલ માર્કેટ યાર્ડ અંદર અને બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તાત્કાલિક ડુંગળીની નિકાસને છૂટ આપવાની ખેડૂતો અને વેપારીઓએ માંગ કરી હતી.
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ આજે ફરી ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધના કારણે ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. હાલમાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. સરકારના નિર્ણય બાદ પહેલા ખેડૂતોએ શાંતિપૂર્ણ માહોલમાં વિવિધ પ્રકારે રજૂઆતો કરી પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે વિરોધ આક્રમક બન્યો છે અને હવે સૌરાષ્ટ્રમાં આ વિરોધની આગ ફેલાઈ રહી છે.
ગઈકાલે રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આજે ફરી ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ વિરોધ નોંધાવી આંદોલનને ઉગ્ર બનાવ્યુ છે. ગોંડલ યાર્ડમાં વિરોધ પ્રદર્શન સમયે 10 જેટલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ દોડતી થઈ અને તાત્કાલિક ચીમકી ઉચ્ચારનાર ખેડૂતોની અટકાયત કરી હતી. તો ખેડૂતોના વિરોધના કારણે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો થયો હતો. ગોંડલ વેપારી એસોસિએશનના પ્રમુખ યોગેશ ક્યાડાએ તાત્કાલિક પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી.
અમરેલીની સાવરકુંડલા APMCમાં જાહેર હરાજી બંધ કરાતા ખેડૂતો રઝળ્યા હતા. ધર્મકુળ કોટનના પ્રોપ્રાઈટર ઘનશ્યામભાઈ ધડુકને ખેડૂત સાથે અસભ્ય વર્તનના આરોપમાં માર્કેટિંગ યાર્ડના ઇસ્પેકટરે નોટિસ ફટકારી હતી. ત્યારે વેપારીને નોટિસ ફટકારાતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળ ખેડૂતોનું દર્દ ન સમજ્યુ અને દાદાગીરીથી યાર્ડની હરાજી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળના આ નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં આખી રાત યાર્ડ બહાર ઉજાગરો કરનાર ખેડૂતો રઝળી પડ્યા હતા.
ઊંઝાની જાણીતી એપીએમસીના વાઇસ ચેરમેનની એક પેઢી પર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીમાં જીએસટી ટીમને મોટી પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારો મળી આવવાની શક્યતા છે. આ દરોડાની કાર્યવાહી થતાં જ સમગ્ર શહેરમાં સન્નાયો ફેલાઇ ગયો છે. મહેસાણામાં જીએસટી વિભાગે આ કાર્યવાહી બાલચંદ સોમા નામની પેઢી પર કરી છે, જેના માલિક અરવિંદ પટેલ છે.