Rajkot Gamezone Fire: અગ્નિકાંડને લઈ રાજકોટ મનપા કમિશનરને હટાવાયા, ડીપી દેસાઈ બન્યા નવા કમિશનર
રાજકોટ TRP અગ્નિકાંડે લઈ સરકાર કડક એક્શનમાં છે. રાજકોટના ત્રણ IPS અધિકારીઓને હટાવ્યા બાદ રાજકોટ મનપા કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે.
રાજકોટ: રાજકોટ TRP અગ્નિકાંડે લઈ સરકાર કડક એક્શનમાં છે. રાજકોટના ત્રણ IPS અધિકારીઓને હટાવ્યા બાદ રાજકોટ મનપા કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવ્યા બાદ મનપા કમિશનર આનંદ પટેલને પણ હટાવી દેવામાં આવ્યા છે. ઔડાના CEO ડીપી દેસાઈને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બનાવાયા છે. આનંદ પટેલને પણ કોઈ નવો ચાર્જ સોંપવામાં નથી આવ્યો.
રાજકોટ પોલીસ કમિશર રાજુ ભાર્ગવને પણ હટાવાયા
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની બદલી કરાઈ હતી. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો હતો. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુધિર દેસાઈને પણ હટાવાયા છે. ત્રણેય IPS અધિકારીઓને હાલ વેઈટિંગ ઈન પોસ્ટિંગ પર રાખવામાં આવ્યા છે એટલે કે કોઈ નવી જગ્યાએ નિમણૂક આપવામાં આવી નથી.
રાજકોટ અગ્નિકાંડમાં સરકાર એક્શનમાં, 2 પીઆઈ સહિત 6 અધિકારીને કર્યા સસ્પેન્ડ
રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા હતા. જવાબદાર 6 અધિકારીને આજે સવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં આસિસ્ટંટ ટાઉન પ્લાનર અને આસિસ્ટંટ એન્જીનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા હાત. રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા હતા. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે.
TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા
રાજકોટમાં શનિવારે સાંજે શહેરમાં આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ ઘટનામાં 27થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે આ મામલે 6 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, રાજ્ય સરકાર, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાની ઘટનાને લઇને આગળની વધુ કડીઓ શોધવામાં આવી રહી છે અને રિપોર્ટ પર રિપોર્ટ સોંપાઇ રહ્યાં છે.