(Source: ECI/ABP News/ABP Majha)
સૌથી મોટા સમાચાર, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ પોલીસ કમિશનરની બદલી
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની બદલી કરાઈ હતી. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો હતો. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે. રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને
જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરાઇ છે. રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂંક
કરાઇ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરાઇ છે.
રાજકોટ શહેરના અધિક પોલીસ કમિશનર એવા વિધિ ચૌધરીની પણ બદલી કરાઈ છે. વિધિ ચૌધરીના સ્થાને મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરવામાં આવી છે. મહેંદ્ર બગરીયા રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર બન્યા છે.
રાજકોટ પોલીસમાં ઝોન-2માં ડેપ્યૂટી નાયબ પોલીસ કમિશનર સુધિરકુમાર દેસાઈની પણ તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સુધિર દેસાઈ હાલ કોઈ પોસ્ટિંગ નથી આપવામાં આવ્યું. તેમના સ્થાને જગદિશ બંગરવાને નિમણૂક આપવામાં આવી છે.
રાજકોટ મનપા કમિશનર આનંદ પટેલની પણ બદલી કરાઈ છે. ઔડાના સીઈઓ એવા ડીપી દેસાઈને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બનાવાયા છે. આનંદ પટેલને પણ કોઈ નવો ચાર્જ સોંપવામાં નથી આવ્યો.
રાજકોટ અગ્નિકાંડમાં સરકાર એક્શનમાં, 2 પીઆઈ સહિત 6 અધિકારીને કર્યા સસ્પેન્ડ
રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે.
TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા
રાજકોટમાં શનિવારે સાંજે શહેરમાં આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ ઘટનામાં 27થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે આ મામલે 6 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, રાજ્ય સરકાર, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાની ઘટનાને લઇને આગળની વધુ કડીઓ શોધવામાં આવી રહી છે અને રિપોર્ટ પર રિપોર્ટ સોંપાઇ રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે, 27 લોકોના જીવનો ભોગ લેનારા અગ્નિકાંડ પર સમગ્ર રાજકોટ શોકમગ્ન બન્યુ છે. આજે રાજકોટવાસીઓ અને વેપારીઓએ મોટો નિર્ણય લીધો છે. ગેમ ઝૉન અગ્નિકાંડને લઈ આજે શહેરના વિવિધ બજારો બંધ બંધ રહ્યા હતા. TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.