Rajkot: રાજકોટમાં કારના કાચ તોડી ચોરી કરનારા ઝડપાયા, સુરત પોલીસે કરજણ ટોલનાકા પાસેથી કરી ધરપકડ
Rajkot: રાજકોટમાં કારના કાચ તોડીને કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો.
રાજકોટમાં કારના કાચ તોડીને કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો. સુરત પોલીસે માહિતીના આધારે કારમાં તોડફોડ કરી ચોરી કરનાર બે શખ્સને કરજણ ટોલનાકાથી ઝડપી પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, રાજકોટના રણછોડનગર અને પંચશીલ સોસાયટીમાં કારના કાચ તોડ તોડીને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજકોટ પોલીસે રાજ્યભરની પોલીસને એલર્ટ કરી હતી. ત્યારે રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી તો મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં બે લોકો ઘટનાને અંજામ આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ જાણકારી મળતા સુરત પોલીસે બેને ઝડપી પાડ્યા હતા અને કારના કાચ તોડનાર ગેંગ પાસેથી એક હથિયાર, બે લાખ રોકડ સહિત કાર સહિતની કિંમતી વસ્તુઓ જપ્ત કરી તપાસ શરૂ કરી હતી.
નોંધનીય છે કે રાજકોટમાં રણછોડનગર તેમજ પંચશીલ સોસાયટીમાં કારના કાચ તોડીને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. એક જ રાતમાં બે અલગ અલગ સોસાયટીમાં 10 થી 12 કારના કાચ તોડવામાં આવ્યા હતા. રાજકોટ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં બે લોકો દ્વારા આ ઘટનાને અંજામ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. બાતમીના આધારે સુરત પોલીસે કારમાં તોડફોડ કરનારા બે શખ્સોને કરજણ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યા હતા.
રાજકોટના ગોંડલ રોડ પર આવેલી પંચશીલ સોસાયટીમાં કારના કાચ તોડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં જોઇ શકાય છે કે કારમાં આવેલા શખ્સો પ્રથમ પંચશીલ સોસાયટીમાં ત્રાટક્યા અને ત્યારબાદ રણછોડ નગર સોસાયટીમાં ત્રાટક્યા હતા. વહેલી સવારે પંચશીલ સોસાયટીમાં પણ કારમાં તોડફોડ કરી હતી. એક શખ્સ કારમાં બેઠેલો છે અને બીજો શખ્સ કારના કાચ તોડી અને ટેપની ચોરી કરી રહ્યો છે.
રણછોડ નગર શેરી 16 અને 5 માં ચાર કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે. એક કારમાંથી હથિયારની પણ લૂંટ ચલાવવામાં આવી છે.તો એક કારમાંથી રોકડની પણ લૂંટ થઈ છે. રણછોડ નગર વિસ્તારમાં રહેતા બ્રિજેશ ગજેરાની રિવોલ્વર હતીજે તેને કારમાં રાખી હતી.બી ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.કારમાં આવેલા બે શખ્સોએ ચાર જેટલી કારમાં તોડફોડ કરી રોકડ અને હથિયારની લૂંટ કરી હતી.