શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા શહેરમાં કોરોના વકરતા આવતી કાલથી આખું માર્કેટ 8 દિવસ રહેશે સ્વયંભૂ બંધ ?
રાજકોટનું સોની બજાર આવતી કાલથી આગામી 8 દિવસ સુધી સ્વયંભૂ બંધ રહેશે. આગામી 12 સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી સોની બજારો બંધ રહેશે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે રાજકોટમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. જેને કારણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વસ્તીની દ્રષ્ટીએ રાજકોટમાં સૌથી વધુ સંક્રમણ હોવાનો આઇએમએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટનું સોની બજાર આવતી કાલથી આગામી 8 દિવસ સુધી સ્વયંભૂ બંધ રહેશે.
મળતી વિગતો પ્રમાણે, વધતા કોરોનાના સંક્રમણને પગલે રાજકકોટનું સોની બજાર આઠ દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 12 સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી સોની બજારો બંધ રહેશે.
રાજકોટમાં રોજેરોજ રાજકોટમાં સારવાર લઈ રહેલા સરેરાશ 25થી 30 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. રાજકોટમાં કોરોના કાળ દરમિયાન 100 ડૉક્ટરો સંક્રમિત થયા છે. અનેક ડૉક્ટરો અને અરોગ્ય વિભાગ સાથે જોડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે, તેમ IMAના પ્રેસિડેન્ટ જય ધીરવાનીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકોટમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ફ્રન્ટ વોરિયર પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે, તેવી અપીલ પણ આઇએમએ દ્વારા કરવામાં આવી છે. ડોક્ટરો સંક્રમિત થાય એટલે IMA માટે ચિંતાનો વિષય છે. લોકો બેદરકાર થયા છે,. રાજકોટમાં લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનો રાજકોટ માટે અઘરો સાબિત થાય છે. ઓક્ટોબરમાં રાજકોટ0માં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે., તેમ તેમણે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion