શોધખોળ કરો
સિંગતેલના ભાવમાં ભડકો, છેલ્લા 13 દિવસમાં 80 રૂપિયાનો કરાયો વધારો
છેલ્લા 13 દિવસમાં જ સિંગતેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો થયો છે.

રાજકોટ: રાજ્યની જનતાના ખિસ્સા પર વધુ એકવાર મોંઘવારીનો બોજ ઝીંકાયો છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. છેલ્લા 13 દિવસમાં જ સિંગતેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 1850 રૂપિયા પર પહોંચ્યો છે. મગફળીનું ચાલુ વર્ષે 30 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ સતત વધી રહ્યા છે. સિંગતેલના ભડકે બળી રહેલા ભાવ ગ્રાહકની કમ્મર તોડી રહ્યો છે. ચીને ભારતમાંથી સીંગતેલની આયાતમાં સતત વધારો કરતા ભારતમાં ભાવમાં વધારો થયો છે.
વધુ વાંચો





















