શોધખોળ કરો

Rajkot : જન આશીર્વાદ લેવા નીકળેલા જીતુ વાઘાણીને પેટ્રોલના ભાવનો સવાલ પૂછાતા ચાલતી પકડી

આજે શિક્ષણ મંત્રી જીતુ વાધાણીની જન આશીર્વાદ યાત્રા રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં નીકળી હતી. પેટ્રોલના ભાવ વધારા વિશે પત્રકારોએ જીતુભાઇ વાઘાણીને પૂછતાં વાઘાણી ચાલતી પકડી હતી.

રાજકોટઃ આજે શિક્ષણ મંત્રી જીતુ વાધાણીની જન આશીર્વાદ યાત્રા રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં નીકળી હતી. આજે સવારે 9/30માધાપર ચોકડી થી આ જન આશીર્વાદ યાત્રાનો  પ્રારંભ થયો હતો.રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ CM વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તારમાં આ યાત્રા ફરી હતી. આ સમયે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, જનતાના આશીર્વાદ અમને મળતો રહશે.2022 માં પણ અમને આશિર્વાદ મળશે. યાત્રામાં સાંસદ મોહનભાઇ કુડારિયા, રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા. પેટ્રોલના ભાવ વધારા વિશે પત્રકારોએ જીતુભાઇ વાઘાણીને પૂછતાં વાઘાણી ચાલતી પકડી હતી. ઉલ્લેખનિય છે કે જીતુભાઈ વાઘાણી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. રાજકોટ શહેર અને જિલ્લાના પ્રશ્નો માટે ખાસ અધિકારીની નિમણૂક કરાશે. આ અધિકારી માત્ર રાજકોટના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે દેખરેખ રાખશે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમું પડતા ધીમે ધીમે છૂટછાટ વધારવામાં આવી રહી છે. આ સાથે સ્કૂલો પણ એક પછી એક ખોલવામાં આવી રહી છે. ત્યારે ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે સ્કૂલ ફી અને ધોરણ 1થી 5ની સ્કૂલો ખોલવા મુદ્દે નિવેદન આપ્યું હતું. સૂત્રોના મતે દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે.

રાજકોટ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઇને નિર્ણય લેવાશે. જોકે, ફીના મુદ્દે શિક્ષણ મંત્રી અજાણ હોવાના દ્રશ્યો ઉભા થયા હતા. એબીપી અસ્મિતા વાઘાણી પૂછ્યું ફી નું માળખું ક્યારે જાહેર કરશો. વાઘાણી કહ્યું તમે અજાણ છો. જાહેર થઈ ગયું છે. બાદમાં કહ્યું વિભાગ સાથે ચર્ચા કરીને કરીશું. રાજ્યના શિક્ષણ મંત્રી ફી ના માળખા વિશે અજાણ.

ગુજરાતના આ જિલ્લામાં એક-બે પુત્રી ધરાવતા દંપતિને અપાયાં પિંક કાર્ડ, જાણો શું મળશે મોટો સરકારી લાભ ?

જૂનાગઢઃ નવરાત્રિના નવરાત્રિના પ્રથમ દિવસે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીઓને પિન્ક કાર્ડની અનોખી ભેટ આપવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ એકશન પ્લાન ગુડ ગવર્નન્સ અંતર્ગત જૂનાગઢ પ્રાંતમાં જિલ્લા કલેકટર રચિત રાજ અને એસડીએમ અંકિત પન્નુએ પિન્ક કાર્ડ યોજનાનું ઉદઘાટન કરી લાભાર્થીઓને પિન્ક કાર્ડનું વિતરણ કર્યું હતું. જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઇનોવેટિવનેસ પિન્ક કાર્ડનું લોન્ચિંગ કર્યું છે. મારી દીકરી મારૂ અભિમાન અને મારૂં સ્વાભિમાન એ અંતર્ગત આ યોજના લાગુ કરી પિન્ક કાર્ડ ઇશ્યુ કરાયા છે. બેટી બચાવો, બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા આ કાર્ડ ઇશ્યુ કરાયા છે. આ યોજના અંતર્ગત જે દંપત્તિ 1 અથવા 2 દીકરી ધરાવે છે તેને આ કાર્ડનો ફાયદો મળશે.

પિન્ક કાર્ડ ધરાવનારને સરકારી કચેરીઓમાં કોઇપણ જાતની કામગીરી માટે લાઇનમાં ઉભા રહેવું નહી પડે. આવા કાર્ડ ધારકને સરકારી કામગીરીમાં પ્રાયોરિટી અપાશે. ગમે તેટલી લાંબી લાઇન હોય પિન્ક કાર્ડ ધારકોને સરકારી યોજનાના લાભ મેળવવા માટે લાઇનમાં ઉભવાથી મુક્તિ મળશે. દરમિયાન હાલ જૂનાગઢ તાલુકામાં પિન્ક કાર્ડ લોન્ચ કરાયા છે જેમાં જૂનાગઢ ગ્રામ્યમાં 1,618 અને શહેરમાં 1,000 લાભાર્થીઓ માટે કાર્ડ ઇશ્યુ કરાશે. અમે ઇચ્છીએ છીએ કે દરેક મા બાપ કે જે માત્ર દીકરી ધરાવે છે તે પોતાની દીકરી પ્રત્યે સ્વાભિમાન ધરાવે. પિન્ક કાર્ડની કામગીરી હાલ માત્ર જૂનાગઢ સિટી અને ગ્રામ્ય માટે જ કરાશે. આ એક પ્રયોગ છે. આ પ્રાયોગિક કામગીરીની સમિક્ષા કરાશે બાદમાં આ કામગીરી સમગ્ર જિલ્લામાં લાગુ કરાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પિન્ક કાર્ડ બનાવાયું છે. આ કાર્ડમાં પરિવારનાં સભ્યોનું નામ હશે. તેમજ કુટુંબનાં વડા, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગતો રહેશે. તેમજ કાર્ડમાં મામલતદારની સહી પણ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ
SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાતHun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ
SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે? જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
Embed widget