શોધખોળ કરો

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં પોલીસ દ્વારા શું કરવામાં આવી મોટી કાર્યવાહી, જાણો

મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે, આઇસીયુ વોર્ડનું ઇમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં હતું. દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો.

રાજકોટ : રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે આજ રોજ 304(અ) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી અગ્નિકાંડ મામલે અનેક ખુલાસા કર્યા હતા. તેમણે જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાની માહિતી આપી હતી. SIT અધ્યક્ષ મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે, તમામ જવાબદાર વિરુદ્ધ 304(અ) અંતર્ગત આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બપોરે 12:22 આગનો બનાવ બન્યો હતો. જવાબદારો વિરુદ્ધ કલમ 114 પણ ઉમેરવામાં આવી છે. મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે, આઇસીયુ વોર્ડનું ઇમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં હતું. દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. હાલમાં રાજકોટનાં ડૉકટર પ્રકાશ મોઢા, વિશાલ મોઢા અને તેજસ કરમટાના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. તેમણે આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, આઇસીયુ વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાના કારણે ધુમાડાના ગોટા થયેલા હતા. વોર્ડમાં સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. ઇમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઈ ઇમરજન્સીનો દરવાજો ન હતો. ફકત ચાર ફૂટની પહોળાઈ ધરાવતા પગથિયાની વ્યવસ્થા હતી. આઇસીયુના દરવાજાની પહોળાઈ ત્રણ ફૂટ ચાર ઇંચ જેટલી હતી. મેડિકલ સ્ટાફ ને કોઈ પણ જાતની ફાયર સેફ્ટી બાબતની તાલીમ પણ આપવામાં આવી ન હતી. મેડિકલ સ્ટાફ તાલીમ ના અભાવે ફાયર સાધનોનો ઉપયોગ કરી શક્યા નહોતા. આ સિવાય ઓટોમેટિક સ્પ્રિંકલ સિસ્ટમની વ્યવસ્થા પણ ન હતી. હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં નહોતી આવી. જોકે, ફાયર બ્રિગેડે 10 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. હોસ્પિટલ તરફથી માત્ર ફાયરને જાણ કરવામાં આવી હતી. હાલ કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
Embed widget