શોધખોળ કરો

ખોડિયારધામના મહંત ભત્રીજી સાથે શરીર સુખ માણતા હતા ને પરિવારના ક્યા સભ્યે ઉતારી લીધો હતો વીડિયો ? 

યુવતીએ મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતા તેણે જ મહંત સાથે યુવતીનો વીડિયો ઉતાર્યો હતો. આ યુવતી બીજી કોઈ નહીં, પરંતુ મહંતની જ ભત્રીજી હોવાનું સામે આવ્યું છે. ભત્રીજાએ જ કૌટુંબિક બહેન પાસે વીડિયો બનાવી બાપુને હનિટ્રેપમાં ફસાવ્યા હતા.

રાજકોટઃ રાજકોટ કાગદડી ગામના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંતના આપઘાત મામલે પોલીસ નવા ખુલાસાઓ કરી શકે છે. મહંત સાથેના વીડિયોમાં દેખાયેલી યુવતી પોલીસ સમક્ષ હાજર થઈ છે અને તેણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. મહંત સતત રાત્રે આશ્રમમાં રોકાઈ જવાનુ કહેતા હતા. મહંત ક્યાં કારણોથી યુવતીને આશ્રમમાં રોકાઈ જવાનુ કહેતા તેની સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. યુવતીએ મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતા તેણે જ મહંત સાથે યુવતીનો વીડિયો ઉતાર્યો હતો. આ યુવતી બીજી કોઈ નહીં, પરંતુ મહંતની જ ભત્રીજી હોવાનું સામે આવ્યું છે. ભત્રીજાએ જ કૌટુંબિક બહેન પાસે વીડિયો બનાવી બાપુને હનિટ્રેપમાં ફસાવ્યા હતા.

યુવતીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપી અલ્પેશની મદદથી મહંત સાથે તેના રૂમમાં જતા વીડિયો ઉતાર્યો હતો. વીડિયોના અંતમાં વીડિયો ઉતરી ગયો છે હવે નીકળો તેવું પણ કોઈ બોલતા હોય તેવું સંભળાય છે. મહંતના યુવતી સાથેના આવા 6 આપત્તિજનક વીડિયો છે. હાલ એક વીડિયો બહાર આવ્યો છે.

ભત્રીજા અને જમાઇએ બે વર્ષ પહેલા મહંત પાસે બે યુવતીને છ-છ વખત મોકલી વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો બતાવી મહંતને બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવ્યા હતા. વિક્રમ ભરવાડે મહંતને લાકડી દેખાડી તેના પુરાવા મળ્યા છે. મહંતના આપધાત છુપાવવા ટ્રસ્ટના અમુક હોદેદારોની ભૂમિકા શંકાસ્પદ છે. દેવ હોસ્પિટલના ડો. નિમાવતની પણ પૂછપરછ થશે. મહંતના આપધાતની વિજ્ઞાનીક ઢબે તપાસ થશે. પોલીસની ચાર ટીમો તપાસમાં લાગી છે. 

ગઈ કાલે ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મહંત જયરામદાસ બાપુના આપઘાત અંગે મોટા ખુલાસા કર્યા હતા. ત્રણ શખ્સો વિરુદ્ધ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મહિલા સાથેનો વિડીયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી માર મારતા હોવાનો સૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. રાજકોટ પોલીસે સૂસાઇડ નોટ કબજે કરી છે.

રાજકોટ - ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, ગત 31મી બાપુએ તારીખે ગૌ શાળાની દવા પી લીધી હતી. 1 તારીખે પ્રવીણભાઈ સવારે ઉઠાડવા જતા બાપુ મરણ ગયા હોવાનું જોયું હતું. 30 તારીખે આરોપી સાથે માથાકૂટ થઈ હતી. મહિલા સાથેનો વિડીયો બતાવીને આરોપી બ્લેક મેઇલિંગ કરતા હતા. બાપુને ઉલટી થતા દેવ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગે જાણ કરી નહોતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો આપતીજનક વિડીયો હોવાથી બ્લેકમેઇલિંગ કરતા હતા. સીસીટીવી કેમેરા કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે. સૂસાઈડ નોટની હેન્ડ રાઇટિંગની તપાસ કરવામાં આવશે, એમ ડીસીપી ઝોન 1 મીણાએ જણાવ્યું હતું. 

સૂસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ સામે આવ્યા છે. વિક્રમ જાદવ,અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવના નામ સૂસાઇડ નોટમાં નામ લખ્યા છે. બાપુનું પી.એમ નથી કરાવ્યું. ડિસીપીએ કહ્યું, બાપુનો વિડીયો મહિલા સાથે હતો જેને લઈને આરીપો બ્લેકમેઈલ કરતા હતા. 20 પાનની સ્યુસાઇડ નોટ બાપુએ લખી છે. પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. 

નોંધનીય છે કે, રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉં.વ.65)નું 1 જૂનના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!
ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?Bharuch News: ભરૂચમાં કિન્નરનો વેશ ધારણ કરીને છેતરપિંડી કરનાર ઠગને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યોValsad News : જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીના વિરોધમાં વલસાડના માછીમારો હડતાળ પર ઉતર્યાBhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!
ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
ડાયાબિટીસમાં મખાના ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે ? જાણો ક્યારે અને કેટલા ખાવા જોઈએ 
ડાયાબિટીસમાં મખાના ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે ? જાણો ક્યારે અને કેટલા ખાવા જોઈએ 
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
Embed widget