શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ વિદેશના મોહમાં લગ્ન કરનારી યુવતી સાથે કેનેડામાં એવું બન્યું જે જાણીને લાગશે આઘાત
મને કેનેડાના વિઝા મળતાં હું કેનેડા જતી રહી હતી. ત્યાં પણ નિરવ મારા તરફ ધ્યાન આપતો નહીં અને મારાથી દૂર રહેતો. મારી ઉંમર મોટી હોઇ મેં નિરવને બાળક માટે વાત કરી તો નિરવે કોઇ કારણોસર ના પાડી અને કહ્યું કે તું કંઈ કામ ધંધો કર. તું મને બહુ ગમતી નથી તેમ કહીં મારી સાથે ઝઘડો કર્યો હતો.
રાજકોટઃ વિદેશમાં રહેતા 10 વર્ષના નાના યુવક સાથે લગ્ન કરવા રાજકોટની યુવતીને ભારે પડી ગયા છે. લગ્ન પછી પતિ પાસે કેનેડા ગયેલી પરિણીતાને ખૂબ જ કડવો અનુભવ થયો હતો. આ અંગે પરિણીતાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગોરાબેન ત્રિવેદી(ઉં.વ.41)ના ચાર વર્ષ પહેલા તેનાથી 10 વર્ષના નાના અને કેનેડામાં રહેતા નિરવ પટેલ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરીવાળાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્ન પછી પતિ પણ ત્રાસ આપતો હતો. દારૂ પી ક્રુરતા પૂર્વક સંબંધ બાંધતો હતો. દરમિયાન ગર્ભ રહી જતા પતિને ગમ્યું ન હતું અને મારી સાથે માથાકૂટ કરતો હતો. જેને કારણે ગર્ભપાત થઈ ગયો હતો.
પરિણીતાએ જણાવ્યું હતું કે, મને કેનેડાના વિઝા મળતાં હું કેનેડા જતી રહી હતી. ત્યાં પણ નિરવ મારા તરફ ધ્યાન આપતો નહીં અને મારાથી દૂર રહેતો. મારી ઉંમર મોટી હોઇ મેં નિરવને બાળક માટે વાત કરી તો નિરવે કોઇ કારણોસર ના પાડી અને કહ્યું કે તું કંઈ કામ ધંધો કર. તું મને બહુ ગમતી નથી તેમ કહીં મારી સાથે ઝઘડો કર્યો હતો. નિરવ દારૂ પીને મારૂ સાથે સંબંધ બાંધતો હતો. જે દરમિયાન ગર્ભ રહેતા આ વાત નિરવને ગમી નહીં. મને સતત માનસિક ત્રાસ હોય જેથી મિસકેરેજ થઈ ગયું હતું. પરિણીતાએ પતિ નિરવને કટકે કટકે 45 લાખ રૂપિયા ધંધા માટે આપ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જોકે, તેણે રૂપિયા બીજે વાપરી નાંખ્યા હોવાનો ફણ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, તેને છૂટાછેડાની નોટિસ આપી સંપર્કવિહોણા થઈ જતાં તે રાજકોટ આવી હતી. અહીંથી પણ સાસરીવાળાએ કાઢી મૂકતા પરિણીતા મારા માતા-પિતાને ત્યાં રહેવા જતી રહી હતી. તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
પરિણીતાનો આક્ષેપ છે કે, વર્ષ 2018માં ગર્ભાશયની ગાંઠની સારવાર કરાવ્યા પછી તે ફરી કેનેડા ગઈ ત્યારે પતિ નિરવ તેની સાથે તોછડાઇ ભર્યું વર્તન કરતો અને તેની બાળક માટેની માંગણી સ્વીકારતો નહોતો. દરમિયાન પરિણીતાને લેબર જોબ મળતા તે કામે લાગઈ ગઈ હતી. પરિણીતાને આશા હતી કે, તેની જોબથી પતિ ખૂશ થશે, પરંતુ તેને ફક્ત પરિણીતાના પગારમાં જ રસ હતો, લગ્ન જીવનમાં તેને કોઈ રસ નહોતો. આ અંગે રાજકોટ આવી ત્યારે સાસુ-સસકરાને વાત કરતાં તેમણે પણ પતિ નિરવનો પક્ષ લીધો હતો. આ પછી કેનેડા જતા નિરવને ગમ્યું નહોતું અને ખરાબ વર્તન કરવા લાગ્યો હતો. આ અંગે તેને પૂછતા તેણે તેનામાં નહીં, પરંતુ પૈસામાં જ રસ હોવાનું ચોખ્ખુ કહી દીધું હતું.
દરમિયાન પરિણીતા ગર્ભવતી થઈ હતી. જોકે, નિરવે માનસિક ત્રાસ આપતાં તેને મિસકેરેજ થઈ ગયું હતું. સાસરીવાળાની ચઢામણીને કારણે નિરવ તેની સાથે મારકૂટ કરતો તેમજ છૂટાછેડાની ધમકી આપતો હતો. તે દારૂ પીને આવી ક્રુરતાપૂર્વક સંબંધ બાંધત અને ખરાબ વર્તન કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આથી પરિણીતાએ પતિ નિરવ વિરુદ્ધ કેનેડા પોલીસમાં ફરિયાદ કરી હતી. આથી તેણે ઘરે આવવાનું બંદ કરી દીધું હતું અને છૂટાછેડાની નોટીસ મોકલી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion