શોધખોળ કરો

રાજકોટ લોધીકા સહકારી સંઘને લઇને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત

રાજકોટ લોધીકા સહકારી સંઘને લઇને મોટા સમાચાર આવ્યા છે.

રાજકોટઃ રાજકોટ લોધીકા સહકારી સંઘને લઇને મોટા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટ લોધીકા સહકારી સંઘના વાઇસ ચેરમેને રાજીનામું આપ્યું છે. રાજકોટ લોધીકા સંઘના વાઇસ ચેરમેન અરજણભાઈ રૈયાણીએ રાજીનામુ આપ્યું છે. નોંધનીય છે કે ગત 2, મે ના રોજ આ સહકારી સંસ્થાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપના મેન્ડેટથી ચેરમેન  તરીકે નરેન્દ્રસિંહ જાડેજા અને વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ રૈયાણી બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

જોકે વાઇસ ચેરમેન અરજણભાઈ રૈયાણીએ 18 દિવસમાં રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. નોંધનીય છે કે સહકારી સંસ્થામાં ભાજપના જ બે જૂથ ચેરમેન પદ માટે સામસામે હતા પરંતુ પ્રદેશ ભાજપે નરેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન તરીકે બીજીવાર નિયુક્ત કર્યા હતા.

Rajkot: બાબા બાગેશ્વરને લઈને ગુજરાત કોંગ્રેસમાં બે ફાંટા, જાણો ક્યા નેતાએ શું નિવેદન આપ્યું

રાજકોટ: ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ તે પહેલા જ વિવાદ શરુ થઈ ગયો છે. જો કે, હવે ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને કોંગ્રેસમાં બે ફાંટા સામે આવ્યા છે. રાજકોટ કૉંગ્રેસના નેતા ડો હેમાંગ વસાવડાનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસના કેટલાક નેતા તેના સમર્થનમાં છે તો કેટલાક વિરોધ કરી રહ્યા છે.

 રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓમાં બાબા બાગેશ્વરને લઈને ફાંટા જોવા મળી રહ્યા છે.  રાજકોટ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપુતનું સનસંનીખેજ નિવેદન, આ તો ભાજપના બાબા છે. મહેશ રાજપૂતે કહ્યું, બાબા વાઘેશ્વર સંત નથી બાબા છે. મોટાભાગના પોસ્ટરોમાં ભાજપના જ નેતાઓના ફોટા છે. બાબા રામદેવ ચાલી શકે તેમ નથી એટલે નવા બાબા આવ્યા છે માર્કેટમાં. કોઈ સંત ચમત્કાર ન કરી શકે. ગઈકાલે મોરારીબાપુ એ પણ કહ્યું હું આને નથી ઓળખતો. સુરતના પોસ્ટરોમાં પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના ફોટા જોવા મળ્યા. ડોક્ટર હેમાંગ વસાવડાના નિવેદનને મહેશ રાજપૂતે વ્યક્તિગત ગણાવ્યું છે.

શું કહ્યું હેમાંગ વસાવડાએ

તો હેમાંગ વસાવડાએ કહ્યું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્યદરબારમાં નરેન્દ્ર મોદી,અમિત શાહ અને ભાજપનો પ્રચાર કર્યો હોઈ તેવું મારા ધ્યાને નથી. ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજીના ઉપાસક છે અને ધર્મપ્રચારક છે. રાજકોટ ખાતે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ સોશિયલ મીડિયામાં સમર્થકો  એક્ટિવ થયા છે. વોટ્સેપ,ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના  સોશિયલ મીડિયામાં સમર્થકો પોસ્ટ કરી રહ્યા છે. " I SUPPORT BAGESHWAR DHAM SARKAR " ના લખાણ મૂકવામાં આવ્યા છે.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પર મોરારીબાપુએ શું આપ્યું મોટુ નિવેદન

બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસ પર  આવવાના છે. આ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે.    બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ અંગે મોરારીબાપુએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે મોરારીબાપુએ કહ્યું, હું સંવાદનો માણસ છું.  હું વિવાદમાં કોઈ કોમેન્ટ કરતો નથી.  મે છાપામાં વાચ્યું છે કે, હનુમાન કથા કરવા આવે છે એટલું જ જાણું છું. 

મોરારીબાપુએ આ અંગે વધુમાં કહ્યું કે,  હું સંવાદનો ગ્રંથ લઈ જગતમાં સંવાદની વાત કરું છું, વિવાદ બાબતે હું કંઈ ના કહી શકું. હું સંવાદને સ્વીકારું છું.  સૌ પોત પોતાની રીતે કરે છે, હું વ્યાસપીઠ પરથી કરું છું.  ચમત્કાર મારો વિષય નથી.  હું હરિનામ લઉ છું અને હરિ નામ લેવડાવું છું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Embed widget