રાજકોટ : સૌથી મોટા પાન-મસાલા દુકાનદાર ડીલક્સની 50થી વધુ દુકાનો કેટલા દિવસ બંધ રાખવાનું કરાયું એલાન ?
ડીલક્સ પાનની રાજકોટ શહેરમાં આશરે 50થી વધારે દુકાનો આવેલી છે જે સોમવારથી 10 દિવસ સુધી બંધ રહેશે.
રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. દરરોજ હજારોમાં કેસ આવી રહ્યા છે ત્યારે હવે વેપારીઓ અને સંસ્થાઓ પોતાની રીતે સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. આ જ ક્રમમાં રાજકોટથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં કોરનાનો પ્રકોપ વધતા પાન મસાલાની જાણીતી દુકાન ડીલક્સ પાને દુકાનો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
આગામી સોમવારથી 10 દિવસ સુધી શહેરમાં આવેલી તમામ દુકાને ડીલક્સ પાન બંધ રાખશે. ડીલક્સ પાનની રાજકોટ શહેરમાં આશરે 50થી વધારે દુકાનો આવેલી છે જે સોમવારથી 10 દિવસ સુધી બંધ રહેશે. ડીલક્સ પાન એસોસિએશનના પ્રમુખ દિવ્ય આહીર દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-6, બનાસકાંઠા-2,ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમદાવાદ 1, આણંદ 1, ભરૂચ 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1, સુરત 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 81 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5076 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2631, સુરત કોર્પોરેશનમાં 1551, રાજકોટ કોર્પોરેશનમાં 698, વડોદરા કોર્પોરેશનમાં 348, સુરત 313, મહેસાણા 249, જામનગર કોર્પોરેશન 188, ભરુચ-161, વડોદરા 138, જામનગર 121, નવસારી 104, બનાસકાંઠા 103, ભાવનગર કોર્પોરેશન-102, પંચમહાલ-87, પાટણ 82, કચ્છ 81, દાહોદ 79, અમરેલી 74, સુરેન્દ્રનગર-72, ભાવનગર 68, ગાંધીનગર 68, રાજકોટ 64, ગાંધીનગર કોર્પોરેશન-61,તાપી 61, મહીસાગર 57, જૂનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-53, સાબરકાંઠા 52, ખેડા-49, આણંદ 48, મોરબી 48, વલસાડ 48, દેવભૂમિ દ્વારકા-46, નર્મદા 42, અમદાવાદ 41, અરવલ્લી 30, ગીર સોમનાથ 24, બોટાદ 17, છોટા ઉદેપુર 16, ડાંગમાં 12 અને પોરબંદરમાં 11 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.