Rajkot: રાજકોટ કોર્પોરેશનમાંથી વિપક્ષનું પદ કરાયું રદ, કૉંગ્રેસના ભાજપ પર પ્રહાર
રાજકોટ કોર્પોરેશનમાં ઇતિહાસમાં પ્રથમવાર વિપક્ષનું પદ છીનવી લેવામાં આવ્યુ છે.
રાજકોટઃ રાજકોટ કોર્પોરેશનમાં ઇતિહાસમાં પ્રથમવાર વિપક્ષનું પદ છીનવી લેવામાં આવ્યુ છે. વર્ષ 2005માં મહાનગરપાલિકામાં છેલ્લે કોગ્રેસનું શાસન હતું. આજે રાજકોટ મહાનગરપાલિકામાં કોગ્રેસ પાસે વિપક્ષનું પદ રહ્યું નથી. આંતરિક લડાઇના કારણે વિપક્ષ પદ પણ કોગ્રેસ જાળવી શકી નહોતી. વિપક્ષ નેતા ભાનુબેન સુરાણીની કાર અને ઓફિસ સગવડ શાસકોએ છીનવી લીધી હતી.
જૂનાગઢ પછી રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં વિપક્ષ વગરના રાજની પ્રથમ ઘટના છે. રાજકોટમાં 72 કોર્પોરેટરમાં 68 ભાજપના, બે કોગ્રેસના અને બે આપના કોર્પોરેટરો છે.
કોંગ્રેસના એકમાત્ર અગ્રણી મહેશ રાજપૂત જ મનપા કચેરીએ પહોંચ્યા હતા. મહેશ રાજપૂતે કહ્યું હતું કે લોકશાહીનો અવાજ દબાવવાની શાસકોની પેરવી કરી છે. મેયરો રાતોરાત વિપક્ષી નેતાનું કાર્યાલય અને કાર છીનવી લીધી હતી. સવારે 11 વાગ્યે પત્ર મળ્યો અને બપોર થતા ફાયરબ્રિગેડે કાર જપ્ત કરી લીધી હતી. એક જ દિવસમાં એસ્ટેટ વિભાગે ઓફિસ ખાલી કરી દેવાનો પત્ર આપ્યો હતો. સામાન્ય નોટિસમાં પણ એક સપ્તાહનો જવાબ આપવામાં આવે છે.
કોંગ્રેસના નેતા અશોક ડાંગરે શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. અશોક ડાંગરે કહ્યું હતું કે પોતાના આકાઓને ખુશ કરવા માટે વિપક્ષ પદ છીનવી લીધું હતુ. અશોક ડાંગરે ભૂતકાળ યાદ કરાવ્યો હતો. ભાનુબેન સુરાણીએ અલગ અલગ ભાજપની ફાઈલો કાઢી એટલા માટે વિપક્ષ નેતા પદ લઈ લીધું છે. શિક્ષણ સમિતિ આખે આખી બરખાસ્ત કરવામાં આવી હતી. અશોક ડાંગરે કહ્યું હતું કે અમે બગીચામાં બેસીને અમે લોકોના પ્રશ્નો હલ કરીશું. મહાનગરપાલિકાના મેયરને અમે પત્ર લખીને વિરોધ પક્ષના કાર્યાલય માંગણી કરીશું.
રાજકોટ શહેર ભાજપમાં ખળભળાટ, મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત હોદ્દેદારોના રાજીનામાં
રાજકોટ: રાજકોટ શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના તમામ હોદ્દેદારોના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. રાજકોટ શહેર ભાજપમાં બે જૂથ વચ્ચેની લડાઈ ચરમસીમાએ પહોંચી ગઈ છે. રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને મળવા પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વન-ટૂ-વન તમામ લોકોને સાંભળ્યા હતા. ત્યારબાદ આજે રાજકોટ કમલમ કાર્યાલયે શિક્ષણ સમિતિના હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી હતી.
આ બેઠકમાં જ શિક્ષણ સમિતિના ચેરમેન સહિત 15 સભ્યોને રાજીનામા આપી દેવાનું ફરમાન કરાયું. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના સભ્યોની વરણી હજુ તો બે વર્ષ પહેલાં જ થઈ હતી. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે પરંતુ અંદરો-અંદરની લડાઈના કારણે પ્રદેશ કક્ષાએથી આદેશ છૂટતાં ચેરમેન સહિત તમામ હોદ્દેદારોને રાજીનામા આપી દેવા પડ્યા છે