શોધખોળ કરો

RAJKOT : શાપર -વેરાવળમાં આખલાએ અડફેટે લેતા 70 વર્ષીય વૃદ્ધા લોહીલુહાણ

Rajkot News : વૃદ્ધ મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ મોઢાના ભાગે પણ ઇજાઓ થઇ હતી.

Rajkot : સમગ્ર રાજકોટ જિલ્લામાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આજે શાપર -વેરાવળમાં ઢોરના ત્રાસનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શાપર નજીક આવેલા શાંતિધામ વિસ્તારમાં એક વૃદ્ધાને આખલાએ અડફેટે લીધા હતાં. ઢોરના કારણે ઇજા  પામેલા વૃદ્ધા નું નામ જીવીબેન મકવાણા હોવાનું સામે આવ્યું છે.

70 વર્ષીય આ વૃદ્ધા આપવી જણાવતા કહ્યું હતું કે જ્યારે તેઓને આખલાએ અડફેટે લીધા ત્યારે ઊંચા ઉછાળ્યા હતા આ સમયે તેઓને ભારે ડર લાગી ગયો હતો. આ વૃદ્ધાએ પોતાનો જીવ બચાવવા બુમાબુમ પણ કરી હતી આ જીવીબેન મકવાણા નામના વૃદ્ધાને બચાવવા સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે આ વૃદ્ધા મહિલાને છોડાવ્યા હતા.

જીવીબેનના પુત્ર એ જણાવ્યું હતું કે તેમને અન્ય લોકોએ જ્યારે તેમના માતુશ્રી ઘાયલ હોવાની જાણ કરી ત્યારે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યાં જઈને જોયું તો તેમના માતા લોહીલુહાણ હાલતમાં હતા. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની ફોન કરીને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

વૃદ્ધ મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ મોઢાના ભાગે પણ ઇજાઓ થઇ હતી. મહિલાના અન્ય સંબંધીઓએ કહ્યું હતું કે શાપર અને વેરાવળમાં પશુઓનો બહુ વધારે ત્રાસ છે. ત્યાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે.

રાજકોટમાં વજુભાઈ વાળા સાથે આ દિગ્ગજ નેતાએ બંધ બારણે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીએ કમરકસી છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ હાલમાં ગુજરાતમાં ધામા નાખ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાજપના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ચૂંટણીમાં સક્રિય થાય તેવા સંકેત સામે આવ્યા છે. રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષે વજુભાઈ વાળા સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરતા રાજકારણ ગરમાયું છે. 

રાજકોટમાં રાણીગાવાડીની બેઠક પૂર્ણ કરી બીએલ સંતોષ વજુભાઇને મળવા ગઈકાલે મોડી સાંજે પહોંચ્યા હતા. બીએલ સંતોષ સાથે વી.રત્નાકર અને સાંસદ વિનોદ ચાવડા આ બેઠકમાં હાજર રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણી લઈને પણ ચર્ચા થઈ હોવાની ચર્ચા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં વજુભાઈ વાળાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કૃષ્ણ સાથે સરખાવ્યા હતા. રાજકોટમાં બંધ બારણે મળેલી વજુભાઈ સાથેની બેઠક રાજકીય રીતે ચર્ચાનો વિષય બની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી

Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી

 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું

Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ

આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

Embed widget