Rajkot: ડાયપર બનાવતા યુવકે ભર્યું ચોંકાવનારું પગલું, જે દોરીથી ધ્વજવંદન કર્યું તેનાથી જ ગળાફાંસો ખાધો
Rajkot News: યુવકે ક્યાં કારણે આપઘાત કર્યો તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.
Rajkot Suicide News: રાજકોટમાં ડાયપર બનાવતા યુવા કારખાને દારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. યુવાન જેવીન વિપુલભાઈ પીપળીયા (ઉ.વ 20) ના આપઘાતથી પરિવારમાં શોક લાગણી છે. જે દોરીથી ધ્વજવંદન કર્યું તેનાથી જ કારખાનેદારએ ગળેફાંસો ખાધો હતો. થોડીવાર માટે આરામ કરવા માટે જવાનું કહી આત્મહત્યા કરી લીધી હતી. યુવકે ક્યાં કારણે આપઘાત કર્યો તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.
કારીગરોને હું થોડીવાર રૂમમાં સૂવા જઉ છું કહી ગયો રૂમમાં
રાજકોટના ખરેડી ગામમાં રહેતા જેવિન પીપળીયા આજી ડેમ નજીક લાખાપર ગામે આવેલા પોતાના બેબી ડાયપર બનાવવાના કારખાને ગયા હતા જ્યાં તેમણે કામ કરી રહેલા કારીગરોને હું થોડીવાર રૂમમાં સૂવા જઉ છુ 9 વાગ્યે મને જગાડવા આવજો કહીને ગયા હતા 9 વાગ્યે કારીગરો જેવિનને જગાડવા ગયા ત્યારે તે લટકતી હાલતમાં મળી આવ્યો હતો આથી પોલીસ અને પરિવારજનો જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે જેવિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો.
મૃતકને સંતાનમાં એક પુત્ર છે
પ્રાથમિક તપાસમાં જેવિનને સંતાનમાં એક પુત્ર છે હાલ તો આજી ડેમ પોલીસે જેવિને ક્યા કારણોસર અંતિમ પગલુ ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરવા ઉપરાંત તેના પરિવારજનોના નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.
ચોટીલામાં શિકાર કરેલી શાહુડીના માંસનો વેપાર કરતી મહિલા ઝડપાઈ હતી. પોલીસે ત્રણ લોકોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જેને લઈ ગેરકાયદે શિકાર કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો. બાતમીના આધારે ડુંગર પાછળ મફતિયાપરામાં વન વિભાગે છાપો માર્યો હતો. એક વેપારીએ બાતમી આપી દીધાની આશંકા રાખી આરોપીઓએ બોલાચાલી કરી હંગામો મચાવ્યો હતો. ચોટીલા વન વિભાગને ખાનગી રાહે બાતમી મળેલ કે મફતિયાપરા વિસ્તારમાં રહેતી મહિલા લઈને આવેલ છે જેના આધારે આર.એફ.ઓ. એન. ડી. રોજાસરા, વનપાલ બી.બી. ખાચર પંચોને સાથે રાખી હકિકતવાળી મહિલા હંસાબેન મુકેશભાઈ વાઘેલાના ઘરે છાપો મારતા શાહુડીનું તપેલામાં રાંધેલા માસ તથા કાઢી નાખેલું ચામડું સહિતનો મુદ્દામાલ મળી આવતા ચોંકી ઉઠેલ હતા. આ અંગે વધુ પુછતાછ કરતા રાંધેલ હતું તેમાંથી મફતીયાપરામાં રહેતા વિનોદભાઈ જગમાલભાઈ ભાટી (મારવાડી)ને વેચાતુ આપેલ હોવાનું જણાવતા વિનોદભાઈ મારવાડીને ત્યાં તપાસ કરતા તેના કબ્જામાંથી શાહુડીનું રાંધેલુ માસ અને સાથે કાળુભાઈ જગમાલભાઈ ભાટી (મારવાડી) નામનો શખ્સ આ માસ ખાવા માટે આવેલ જે ખાઈ તે પહેલા જ પકડી પાડી ત્રણેય આરોપીઓ સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમ 1972ની કલમો મુજબ ગુન્હો નોંધી ચોટીલા કોર્ટ સમક્ષ રજૂ કરતાકોર્ટે હુકમ કરતા જેલ હવાલે કરાયા હતા.