(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: જેતપુરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મોત
Rajkot News: રાજકોટના જેતપુરમાં અકસ્માતનો બનાવ બન્યો છે. જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
Accident News: રાજકોટના જેતપુરમાં અકસ્માતનો બનાવ બન્યો છે. જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું છે. જેતપુર ગોંડલ દરવાજા પાસે વણકરવાસમાં રહેતા અજય કિશનભાઈ કંટારિયાનું ઘટના સ્થળ મોત થયું હતું. અજય ભાઈ બળદેવ ધાર પાસે મિત્ર ના ઘરેથી પરત આવતાહતા ત્યારે હઈવે રોડ ક્રોસ કરવા જતા અકસ્માત સર્જાયો હતો. મૃતદેહને પીએમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડી જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
કેશોદ બાયપાસ પાસે અક્સ્માત
જૂનાગઢના કેશોદના બાયપાસ પાસે અક્સ્માત થયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલક યુવાનનું મોત થયું હતું. ટ્રક ચાલકે મોટરસાયકલને ટક્કર મારતાં બાઈકચાલક પડી ટ્રક નીચે કચડાઇ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ટ્રકચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો.
આણંદમાં અકસ્માત
આણંદના બોરસદ તાલુકાના નાપા ગામના ખોડીયાર મંદીર નજીક રસ્તાની એકતરફ પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે એ ટુવ્હીલરના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી હંકારી લાવી અકસ્માત સર્જતા ટુવ્હીલર પાછળ બેઠેલ એક શખ્સનું ગંભીર ઈજાઓ પહોંચતા કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બોરસદ તાલુકાના બોચાસણ ગામે રહેતા કેતનભાઈ ઉર્ફે ભુરીયો રમેશભાઈ પરમાર ગત તા.25મી માર્ચ-2023ના રોજ ઉમેશભાઈ સાથે ટ્રેક્ટર લઈ બોચાસણથી મોગરી જવા નીકળ્યા હતા. રાત્રીના આઠેક વાગ્યાના આસપાસના સુમારે નાપા ખોડીયાર મંદિર પાસે સાહીન ટ્રેડર્સ નજીક આવતા ટ્રેક્ટરમાં ડીઝલ પુરુ થઈ જતા ટ્રેક્ટર રોડની સાઈડે પાર્ક કરી મુક્યું હતું. આ સમયે એક એક્ટીવાના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે તેમજ બેફીકરાઈથી હંકારી લાવતા રોડની સાઈડમાં ઉભેલ ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગે ટુવ્હીલર ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં એક્ટીવા પર સવાર બંને શખ્સો રસ્તા ઉપર પટકાયા હતા. જેને લઈ પાછળ બેઠેલ કૌશિકભાઈ અશોકભાઈ સોલંકીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે કેતનભાઈ ઉર્ફે ભુરીયો પરમારે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ