(Source: ECI/ABP News/ABP Majha)
WPL 2023 Winners Prize : મહિલા આઈપીએલની પ્રથમ સિઝનની વિજેતા બની મુંબઈ ઈન્ડિયન્સ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ, પ્રાઇઝ મની સહિતની તમામ વિગત
WPL 2023: મુંબઈએ છેલ્લી ઓવરમાં દિલ્હીને 7 વિકેટે હરાવીને મહિલા IPLની પ્રથમ સિઝન જીતી લીધી હતી.
WPL 2023: વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચ 26 માર્ચે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ છેલ્લી ઓવરમાં દિલ્હીને 7 વિકેટે હરાવીને મહિલા IPLની પ્રથમ સિઝન જીતી લીધી હતી. પ્રથમ મહિલા IPL ખતમ થયા બાદ મોટાભાગના લોકોના મનમાં એક પ્રશ્ન છે કે વિજેતા ટીમની ઈનામી રકમ કેટલી છે. જો તમારા મનમાં પણ આવો જ સવાલ છે તો ચાલો તમને આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને એવોર્ડ જીતનાર વિજેતા, રનર અપ તેમજ ખેલાડીઓની ઈનામની રકમ વિશે જણાવીએ.
મહિલા આઈપીએલ પ્રાઈઝ મની
વિમેન્સ પ્રીમિયર લીગ 2023 જીતનાર ટીમને 6 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું. ફાઈનલ મેચમાં હારનાર ઉપવિજેતા ટીમને 3 કરોડ રૂપિયાની પ્રાઇમ મની આપવામાં આવી. આ સિવાય એલિમિનેટરમાં હારીને બહાર થઈ ગયેલી ટીમ યુપી વોરિયર્સને પણ 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચોથા અને પાંચમા સ્થાને રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સની ટીમને કંઈ નહીં મળે.
કોને કયો એવોર્ડ મળ્યો
- પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ મેચ - રાધા યાદવ, દિલ્હી કેપિટલ્સ, ટ્રોફી અને રૂ. 1 લાખ
- પ્લેયર ઓફ ધ મેચ - નેટ સીવર-બ્રન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ, ટ્રોફી અને રૂ. 2.5 લાખ
- સિઝનની પાવરફુલ સ્ટ્રાઈક - સોફી ડિવાઈન, આરસીબી, ટ્રોફી અને રૂ. 5 લાખ
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન - યસ્તિકા ભાટિયા - ટ્રોફી અને રૂ. 5 લાખ
- ફેરપ્લે એવોર્ડ - મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ
- કેચ ઓફ ધ સીઝન - હરમનપ્રીત કૌર, મુંબઈ ઈન્ડિયન્સ, ટ્રોફી અને રૂ. 5 લાખ
- સૌથી વધુ વિકેટ, પર્પલ કેપ - હેલી મેથ્યુસ, મુંબઈ ઈન્ડિયન્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
- સૌથી વધુ રન, ઓરેન્જ કેપ - મેગ લેનિંગ, દિલ્હી કેપિટલ્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન - હેલી મેથ્યુસ, મુંબઈ ઈન્ડિયન્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
Tonight's gonna be a good good night 🏆💙#OneFamily #MumbaiIndians #AaliRe #WPL2023 #DCvMI #WPLFinal #ForTheW pic.twitter.com/qdN5Y7KYrA
— Mumbai Indians (@mipaltan) March 26, 2023
મેચ કેવી હતી
મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ તેમની તમામ યોજનાઓ બરબાદ કરી દીધી હતી. એલિમિનેટર મેચમાં હેટ્રિક વિકેટ લેનાર ઈસી વોંગે આ મેચની પોતાની પ્રથમ ઓવરમાં જ દિલ્હીના બે ખતરનાક બેટ્સમેન શેફાલી વર્મા અને એલિસ કેપ્સીને પેવેલિયન મોકલી દીધા હતા.
જે બાદ જેમિમા રોડ્રિગ્સ પણ 35 રનના સ્કોર પર માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ રીતે દિલ્હી પર દબાણ વધતું જ રહ્યું, પરંતુ અંતે શિખા પાંડેએ 17 બોલમાં અણનમ 27 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 131 રન સુધી પહોંચાડી દીધી.
મુંબઈની શરૂઆત સારી રહી ન હતી કારણ કે તેણે તેની પ્રથમ બે વિકેટ માત્ર 23 રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી નેટ સીવર-બ્રન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે ધીમે ધીમે દાવને મજબૂત બનાવ્યો અને તે પછી એલિમિનેટર મેચનો સ્ટાર નેટ સીવર-બ્રન્ટ 55 બોલમાં 60 રનની અણનમ ઈનિંગ રમીને મુંબઈ ઈન્ડિયન્સ મહિલા પ્રીમિયર લીગની પ્રથમ વિજેતા બની હતી.