![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot News: આજથી છવાશે ક્રિકેટ ફીવર, કેપ્ટન રોહિત શર્મા સહિત 13 ખેલાડી રાજકોટમાં પ્રથમવાર ટેસ્ટ મેચ રમશે
Latest Rajkot News: હોટલ સયાજીમાં ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમ ફાળવવામાં આવશે.
![Rajkot News: આજથી છવાશે ક્રિકેટ ફીવર, કેપ્ટન રોહિત શર્મા સહિત 13 ખેલાડી રાજકોટમાં પ્રથમવાર ટેસ્ટ મેચ રમશે Rajkot News: Cricket fever in city from Today Team India to arrive for 3rd Test Match today Rajkot News: આજથી છવાશે ક્રિકેટ ફીવર, કેપ્ટન રોહિત શર્મા સહિત 13 ખેલાડી રાજકોટમાં પ્રથમવાર ટેસ્ટ મેચ રમશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/11/d522d6d38c659dd674b311faac258a4b170761510538876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs ENG, 3rd Test Rajkot: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આજે ભારતીય ટીમ હવાઇ માર્ગે રાજકોટ આવી પહોંચશે અને આવતીકાલથી નેટ પ્રેક્ટિસ કરશે. રાજકોટની સયાજી હોટલમાં ખેલાડીઓનું ગરબા સાથે સ્વાગત થશે. હોટલને રોયલ રજવાડી થીમથી સજાવાઈ છે. ટીમ ઇન્ડિયા કઢી-ખીચડી, રોટલા જમશે. કેપ્ટન રોહિત શર્મા સહિત 13 ખેલાડી રાજકોટમાં પ્રથમવાર ટેસ્ટ મેચ રમશે.
બંને ટીમનું કરાશે ઉષ્માભેર સ્વાગત
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. જેને લઈ રાજકોટ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઈંગ્લેન્ડની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં રોકાવાની છે. 11 ફેબ્રુઆરીના રોજ ભારત અને 12 ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવશે, જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી છે. ખેલાડીઓના રોકાણને લઈ હોટલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા
હોટલ સયાજીમાં ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમની અંદર 100 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જેકુઝી બાથ, મિટિંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ અને સાઉન્ડ પ્રૂફ રૂમ સહિતની સુવિધા છે. હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજવામાં આવ્યા છે, જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મૂકવામાં આવી છે.
રાજકોટમાં સૌ પ્રથમ વેસ્ટ ઇન્ડિઝ અને બાદમાં ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચ રમી ચૂકી છે. આ બંને ટેસ્ટમાં લોકલ બોય રવીન્દ્ર જાડેજાનું ઓલરાઉન્ડ પ્રદર્શન રહ્યું છે. તેને વેસ્ટ ઇન્ડિઝ સામે અણનમ 100 રન અને 4 વિકેટ, ઇંગ્લેન્ડ સામે 3 વિકેટ અને કુલ 44 રન કર્યા છે. રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઇન્ડિઝ સામે 7 રન અને છ વિકેટ, ઇંગ્લેન્ડ સામે 3 વિકેટ અને એક અર્ધશતક સાથે 102 રન કર્યા છે. જ્યારે કુલદીપ યાદવે વેસ્ટ ઇન્ડિઝ સામે 12 રન અને 6 વિકેટ મેળવી છે. કેએલ રાહુલ વેસ્ટ ઇન્ડિઝ સામે શૂન્ય રને આઉટ થયો હતો.
ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગીલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, કેએસ ભારત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, મુકેશ કુમાર, અક્ષદીપ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)