શોધખોળ કરો

રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'

Rajkot News: પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે ધર્માંતરણ, જેહાદ, રાજકારણ અને અંધશ્રદ્ધા જેવા મુદ્દાઓ પર સ્પષ્ટ નિવેદનો આપ્યા હતા

Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાના ત્રણ દિવસીય કથા કાર્યક્રમ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ મંતવ્ય વ્યક્ત કર્યા હતા. કથાના બીજા દિવસે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે ધર્માંતરણ, જેહાદ, રાજકારણ અને અંધશ્રદ્ધા જેવા મુદ્દાઓ પર સ્પષ્ટ નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે થૂક જેહાદ, લેન્ડ જેહાદ, લવ જેહાદ બાદ હવે વધુ એક જેહાદની ઘટના બની છે અને તે છે ફ્રેન્ડ જેહાદ. ગાઝિયાબાદમાં ફ્રેન્ડ જેહાદ થયું હતું. સૂર્યા નામના બાળક સાથે દોસ્તી જેહાદની ઘટના બની છે. 

તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સૂર્યા સાથે બનેલી ઘટના "ફ્રેન્ડ જેહાદ"નો મામલો છે. તેમણે ઉમેર્યું હતું કે દક્ષિણ ગુજરાત પણ ધાર્મિક પરિવર્તન અને લવ જેહાદથી ઘેરાયેલું છે. અમે સમગ્ર ભારતમાં આ મુદ્દા પર કામ કરી રહ્યા છીએ અને તેથી જ ધામ, સનાતન અને આપણા બધાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં અમે દક્ષિણ ગુજરાતમાં "ઘર વાપસી"નું આયોજન કરીશું."

ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુત્વ વિશે શું કહ્યું?

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બાદ હિન્દુત્વ ઈન્ટેલિજન્સની જરૂર છે. હિન્દુત્વ ઈન્ટેલિજન્સમાં શ્રીમંત હિન્દુઓએ ગરીબ હિન્દુઓને સપોર્ટ કરવો જોઈએ. હિન્દુઓને વધુ કામ આપવું જોઈએ. કોઈ પણ હિન્દુ બેરોજગાર ન રહે. તેમણે વધુમાં કહ્યું હતું કે આપણે જાતિથી ઉપર ઉઠીને હિન્દુ એકતાનો સંકલ્પ પુરો કરવો જોઈએ અને સમગ્ર દેશમાં વિવિધતામાં એકતાના સાર્વભૌમત્વને ફેલાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ AI પછી HIનું મહત્વ છે.

બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની મુલાકાતે છે. દરમિયાન તેમણે મીડિયા સાથે ચર્ચા કરતાં અનેકવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે દેશમાં અશાંતિ ન ફેલાવી જોઈએ , જૂની કે નવી પાર્ટી દેશને એક રાખવા માટે કામ કરે. દેશમાં અશાંતિ ફેલાવનારાને ઓળખવાની જરૂર છે. જે પણ વ્યક્તિ સનાતની છે તેને કોઈ સમસ્યા હોય તો મારી પાસે આવી શકે છે. 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશમાં હિન્દુઓમાં કોઈપણ પ્રકારના ભાગલા ન પડવા જોઈએ. જે પણ વ્યક્તિ સનાતની છે અને તેને જો કોઈ પણ પ્રકારની સમસ્યા કે તકલીફ હોય, તો તે સંકોચ વગર સીધા મારી પાસે આવી શકે છે. આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં પણ હાલના સમયમાં ધાર્મિક અને સામાજિક સમસ્યાઓ જોવા મળી રહી છે, જેથી ત્યાં પણ સમયસર જાગૃત્તિ લાવવી અનિવાર્ય છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા ધર્માંતરણ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, સનાતન ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવી સમયની માંગ છે અને તે માટે તેઓ ટૂંક સમયમાં દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈને જનજાગૃતિ અભિયાન શરૂ કરશે.

Frequently Asked Questions

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કયા નવા પ્રકારના 'જેહાદ'નો ઉલ્લેખ કર્યો?

તેમણે 'ફ્રેન્ડ જેહાદ'નો ઉલ્લેખ કર્યો, જે ગાઝિયાબાદમાં સૂર્યા નામના બાળક સાથે બન્યો હતો. તેમણે તેને થૂક, લેન્ડ અને લવ જેહાદ સાથે જોડ્યો.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ દક્ષિણ ગુજરાત વિશે શું કહ્યું?

તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાત ધર્માંતરણ અને લવ જેહાદથી ઘેરાયેલું છે. તેઓ ટૂંક સમયમાં ત્યાં 'ઘર વાપસી'નું આયોજન કરશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ 'હિન્દુત્વ ઈન્ટેલિજન્સ' વિશે શું સમજાવ્યું?

તેમણે જણાવ્યું કે AI પછી HI (હિન્દુત્વ ઈન્ટેલિજન્સ) જરૂરી છે, જેમાં શ્રીમંત હિન્દુઓએ ગરીબ હિન્દુઓને મદદ કરવી જોઈએ અને રોજગારી આપવી જોઈએ.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુ સમાજની એકતા વિશે શું સંદેશ આપ્યો?

તેમણે ભાર મૂક્યો કે હિન્દુઓમાં ભાગલા ન પડવા જોઈએ. જો કોઈ સનાતનીને સમસ્યા હોય, તો તેઓ સંકોચ વિના તેમની પાસે આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Embed widget