Rajkot: જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે, પક્ષ પલટો કરે પહેલા જ કરવામાં આવ્યા દૂર
Rajkot News: અર્જુન ખાટરિયા સહકારી આગેવાન ઘનશ્યામભાઈ ખાટરિયાના પુત્ર છે.
Rajkot News: રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં સામેલ થશે. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા પાસેથી પ્રદેશ કોંગ્રેસે રાજીનામું લઈ લીધું છે. અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઇ એ પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેની હકાલપટ્ટી કરી દીધી છે.
સહકારી આગેવાન ઘનશ્યામભાઈ ખાટરિયાના પુત્ર છે અર્જુન ખાટરિયા
પક્ષ પલટો કરે તે પૂર્વે દૂર કરવામાં આવ્યા હતા. તાત્કાલિક અસરથી સવારે 11 વાગ્યે દૂર કરાયા હતા. અર્જુન ખાટરિયા અને તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને 15,397 મતથી હાર્યા હતા. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાંથી અન્ય કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અર્જુન ખાટરિયા સહકારી આગેવાન ઘનશ્યામભાઈ ખાટરિયાના પુત્ર છે.