શોધખોળ કરો

Rajkot News: પીએમ મોદીના કાર્યક્રમની રિવ્યુ મીટિંગમાં કલેકટરે અનેક અધિકારીઓને તતડાવ્યા, કામગીરી ક્યાં પહોંચીનો રિવ્યુ માંગતા અધિકારીઓને પરસેવો છૂટી ગયો

Rajkot News Updates: રાજકોટમાં 25 ફેબ્રુઆરીના પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે.

Latest Rajkot News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તા.25મીને રવિવારના રાજકોટ ખાતે એઈમ્સ, ઝનાના હોસ્પીટલ સહિતના કરોડોના પ્રોજેકટોનું લોકાર્પણ કરવા આવશે. પ્રધાનમંત્રી ના કાર્યક્રમની રિવ્યુ મીટિંગમાં કલેકટરે અનેક અધિકારીઓને ખખડાવ્યા હતા. સ્વભાવે શાંત ગણાતા કલેકટર પ્રભવ જોશીએ રાજકોટમાં પ્રથમ વખત પોતાનો આકરો  મિજાજ બતાવ્યો હતો. 26 કમિટીના અધ્યક્ષોને કલેક્ટર એ પૂછ્યું તમે ગ્રાઉન્ડ પર ગયા હતા અને તમારી કામગીરી ક્યાં સુધી પહોંચી. જિલ્લા કલેકટરે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને કામગીરી ક્યાં પહોંચી તેનો રિવ્યુ માગતા અનેક અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો.

તમામ સ્ટાફની રવિવારની રજા રદ કરવામાં આવી

પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા અમુક અધિકારીઓની બેદરકારીને કારણે કલેકટરે આકરો મિજાજ બતાવ્યો હતો. સ્ટાફને કાળા કપડા પહેરીને કાર્યક્રમમાં ન આવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો, ઉપરાંત 25 મી એ તમામ સ્ટાફની રવિવારની રજા રદ કરવામાં આવી છે. રાજકોટમાં 25મીના પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે.

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જંગી જનસભાના સ્થળ પરથી જ આ વિકાસકામોના લોકાર્પણ અને ખાત મુહુર્ત કરનાર છે. જેમાં રાજકોટ કાનાલુસ ડબલીંગ રેલવે લાઇનનો પ્રોજેક્ટ કે જે રૂા.1080 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. જેનું લોકાર્પણ પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રૂા.303 કરોડના 400 કેવી સબ સ્ટેશન, ભાવનગરના રૂ. 87 કરોડના એનર્જી એન્ડ પેટ્રો કેમીકલ પ્રોજેક્ટ, અમરેલીના રૂ. 56 કરોડના એનર્જી એન્ડ પેટ્રો-કેમીકલ્સ પ્રોજેક્ટ લોકાર્પણ તેમજ  પાલીતાણા ખાતે રૂ. 285 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાત મુહુર્ત આ ઉપરાંત ભાવનગરમાં 118 કરોડના ખર્ચે નિર્માણ થનાર બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલનું ખાત મુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે તેની સાથોસાથ ધોળા વિરામાં રૂા.66 કરોડના ખર્ચે ટુરીસ્ટ ફેસેલીટી ઉભી કરનાર છે તેનું ખાત મુહુર્ત કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટથી કરનાર છે જેમાં 95 કરોડના ખર્ચે રાજકોટ નજીકના ગવરીદડ ખાતે સમ્પ નિર્માણ કરવામાં આવનાર છે તેના લોકાર્પણનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી રાજકોટના આ કાર્યક્રમ દરમિયાન રૂ. પાંચ હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુહુર્ત કરનાર હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાનના રાજકોટના આ કાર્યક્રમ માટે જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ 26 જેટલી વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget