શોધખોળ કરો

Rajkot News: માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જવાથી મોત

રાજકોટ જિલ્લામાંથી વધુ એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, એક દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જવાથી મોત થયુ છે

Rajkot News: રાજકોટ જિલ્લામાંથી વધુ એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, એક દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જવાથી મોત થયુ છે. ખરેખરમાં આ કિસ્સો માતાપિતા માટે લાલબત્તી સમાન છે, બેદરકારીથી એક બાળકીનું મોત થયું છે. રાજકોટના નીવ સેદાણી ગામમાં આજે વહેલી સવારે એક ઘરે રમતી દોઢ વર્ષની બાળકી અચાનક પાણી ભરેલી ડોલમાં પડી ગઇ હતી, જે પછી બાળકીને સારવાર માટે પહેલા ખાનગી અને બાદમાં સરકારી હૉસ્પીટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

રાજ્યમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત, મોરબીમાં શિક્ષક તો સુરતમાં સિક્યુરિટી ગાર્ડનું મોત

ગુજરાતમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે. મોરબીના નાની વાવડી ગામે શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. દીપકભાઈ મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે. સુરતમાં પણ હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. સુરતમાં ચાની દુકાન સામે જ સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવતા મોત થયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. ચા પીતા પીતા તબીયત લથડી હતી. ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડ બેભાન થઈ ગયો હતો. ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે. હૃદયરોગના નિષ્ણાતો (Heart Specialist) કહે છે કે પ્રદૂષણથી હૃદયના સ્વાસ્થ્ય પર ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને આડઅસરો થઈ શકે છે. હવામાં રહેલા PM 2.5 ના સૂક્ષ્મ કણો ફેફસાં અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. આ માત્ર બળતરાના જોખમનું કારણ નથી પરંતુ ગંભીર પરિસ્થિતિઓમાં, તે હૃદય રોગ, હાર્ટ એટેક, સ્ટ્રોક, ફેફસાની સમસ્યાઓના વિકાસ તરફ દોરી શકે છે. નાઈટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા કોઈપણ પ્રકારના રજકણોના સંપર્કમાં આવવાથી સમય જતાં ક્રોનિક રોગો થવાનું જોખમ વધે છે.

Heart.org અહેવાલ આપે છે કે હવાના પ્રદૂષકોના હળવા સ્તરના સંપર્કમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધે છે. એટલું જ નહીં, એક કલાક પણ પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી આ જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષકોના કોઈપણ સ્તરના સંપર્કમાં આવવાથી ક્રોનિક કોરોનરી સિન્ડ્રોમ થઈ શકે છે. આનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે જે હૃદયના સ્નાયુમાં રક્ત પુરવઠાને અવરોધે છે.

દરેક વ્યક્તિએ વાયુ પ્રદૂષણની પ્રતિકૂળ કાર્ડિયોવેસ્ક્યુલર અસરો અંગે વિશેષ સાવચેતી રાખવાનું ચાલુ રાખવું જોઈએ, તેમ શાંઘાઈની ફુદાન યુનિવર્સિટીના સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના પ્રોફેસર હૈડોંગ કાન કહે છે. અભ્યાસમાં દસ્તાવેજીકૃત થયેલ હવાના પ્રદૂષકો (જેમ કે રજકણ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ) ની કોઈપણ સાંદ્રતાના સંપર્કમાં હૃદયરોગના હુમલાના જોખમમાં નોંધપાત્ર વધારો થાય છે.

સૂક્ષ્મ કણોના સંપર્કમાં હૃદયરોગ, સ્ટ્રોક અને અન્ય આરોગ્ય સમસ્યાઓ તેમજ વિશ્વભરમાં 4.2 મિલિયન અકાળ મૃત્યુ સાથે સંકળાયેલ છે. આનાથી બચાવવા માટે સતત પ્રયત્નો જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

વિડિઓઝ

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો
Embed widget