Rajkot: કાળજાળ ગરમીની વચ્ચે રાજકોટવાસીઓને એપ્રિલથી નહીં મળે નર્મદાનું પાણી, જાણો કારણ
Rajkot News: રાજકોટમાં ઉનાળામાં પાણીની તંગી સર્જાઈ શકે છે. માર્ચ બાદ એપ્રિલ મહિનાથી રાજકોટને નર્મદાનું પાણી મળવાનું બંધ થશે

Rajkot News: દેશભરમા કાળજાળ ગરમીની શરૂઆત થઇ ચૂકી છે, માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ગરમીનો સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે રાજકોટના નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માહિતી છે કે, એપ્રિલ મહિનામાં શહેરમાં નર્મદાનું પાણી મળવાનું બંધ થઇ જશે. કારણ કે પાઇપલાઇનનું રિપેરિંગ કામ ચાલુ થઇ રહ્યું છે. હાલમાં રાજકોટને દૈનિક 350 MLD પાણીના જથ્થાની જરૂરિયાત રહે છે. જોકે, તંત્રએ આ માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે.
રાજકોટવાસીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે, રાજકોટના નાગરિકો ઉનાળાની ગરમીમાં ચિંતા વધી જશે. તાજા અપડેટ પ્રમાણે, રાજકોટમાં ઉનાળામાં પાણીની તંગી સર્જાઈ શકે છે. માર્ચ બાદ એપ્રિલ મહિનાથી રાજકોટને નર્મદાનું પાણી મળવાનું બંધ થશે. કારણ કે નર્મદાની પાઇપલાઇનનું રિપેરિંગનું કામ ચાલુ થઇ રહ્યું છે, જેના કારણે શહેરમાં પાણી કાપ રહેશે. એક્સપ્રેસ ફીડર લાઈનથી પાણી વ્યવસ્થા કરવા પ્રશાસનની તૈયારી કરી રહ્યુ હોવાની માહિતી સામે આવી છે. ખાસ વાત છે કે, રાજકોટને દૈનિક ધોરણે 350 MLD પાણીના જથ્થાની જરૂરિયાત રહે છે. આ માટે તંત્ર વ્યવસ્થા કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે.
આ પણ વાંચો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો