શોધખોળ કરો

News: રાજકોટમાં ધમધમતી ઇંડાની લારીઓ પર તવાઇ, ફૂડ શાખાએ તપાસ કરી નમૂના લેવાનું શરૂ કરતાં હડકંપ

રાજકોટમાં શહેરમાં રાજકોટ મહાનગર પાલિકાની ટીમે ઇંડાની લારીઓ પર તપાસની કામગીરી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી ઇંડાની લારીઓ પર સઘન તપાસ ચેકિંગ શરૂ કરાયુ છે

Rajkot News: રાજકોટમાં શહેરમાં રાજકોટ મહાનગર પાલિકાની ટીમે ઇંડાની લારીઓ પર તપાસની કામગીરી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી ઇંડાની લારીઓ પર સઘન તપાસ ચેકિંગ શરૂ કરાયુ છે, જેના ભાગ રૂપે આજે 10 જેટલી લારીઓની તપાસ કરીને નમૂના લેવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં ફરી એકવાર મેગા ચેકિંગની કામગીરી આરોગ્યા વિભાગ અને ફૂડ શાખા દ્વારા શરૂ કરાઇ છે. શહેરમાં ધમધમી રહેલી ઇંડાની લારીઓ પર અચાનક તપાસ થતાં લોકોમાં કુતુહલ પેદા થયુ છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ શાખાની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગઇ રાત્રિના સમયે તપાસ શરૂ કરી હતી. જેમા મોટી ટાંકી ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, શાસ્ત્રી મેદાન, ફુલછાબ ચોક સહિતના વિસ્તારોમાં ઇંડાનું વેચાણ કરતી લારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અંતર્ગત બે લારીઓમાંથી નમૂના પણ લેવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાએથી કુલ 10 લારીઓમાં તપાસ કરવામાં આવી હતી. 

શ્રીખંડ અને ફરાળી લોટમાં ભેળસેળ, રાજકોટમાં ફરી મિલાવટનો ભાંડાફોડ

રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા નમૂના ફેલ થયા છે.  શ્રીખંડ અને ફરાળી લોટમાં ભેળસેળ ખુલી પડી છે.  ફૂડ કલર અને મકાઈનો અને ઘઉંનો લોટ ફરાળી લોટમાંથી નીકળ્યો હતો.  મનપા દ્વારા વિમલ નમકીન, મંત્ર મહલ અને રાધે કેટરિંગ તેમજ આર એક ગૃહ ઉધ્યોગમાંથી લીધેલા નમૂના નાપાસ થયા છે.  કોર્ટ કેસ સહિતની કાર્યવાહી મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વિમલ નમકીન, શ્રીરામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન પાસે ઉમાકાંત પંડિત, ઉદ્યોગનગર,  લક્ષ્મીનગર મેઇન રોડ,  પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ કેશર શિખંડ (લુઝ)ના નમૂના તપાસ બાદ સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો એફસીએફની હાજરી તેમજ મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા  રાધે કેટરર્સથી લેવામાં આવેલ ખાદ્યચીજ  ફરાળી લોટ, ફરાળી પેટીશ માટેનો (લુઝ)” નો નમૂનો તપાસ બાદ મકાઇના સ્ટાર્ચની હાજરી હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફ.એસ.એફ.વાન સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. 

ફુડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતું

ફુડ વિભાગની ટીમ દ્વારા રાત્રીના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં એગ્ઝ તથા એગ્ઝ પ્રોડક્ટનું વેચાણ કરતી લારીમાં ચકાસણી કરવામાં આવી હતી. તેમજ 2 સ્થળ પરથી ઉપયોગમાં લેવાતા મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર દુકાનો અને દૂધની ડેરીઓમાં આ પ્રકારે નમૂનાઓ લેવામાં આવે છે. શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓને ત્યાં સેફટી વાને ચેકીંગ કરી 20 નમુના તપાસ્યા હતા અને 8 ધંધાર્થીને લાયસન્સ માટે નોટીસ આપી હતી. નોનવેજ ફૂડના નમુના લેવામાં આવ્યા છે. જયાં એગ્ઝ સહિતની પ્રોડકટની રાત્રી બજારો ભરાઇ છે ત્યાં અધિકારીઓએ ચેકીંગ કરી મસાલાના સેમ્પલ લીધા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget