શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajkot: રાજકોટમાં RTOની તવાઇ, વેરો ના ભરનારા 600 વાહન માલિકોને નૉટિસ, 18 કરોડથી વધુનો વેરો બાકી

રાજકોટમાં આરટીઓ વિભાગ એક્શનમાં આવ્યુ છે, જિલ્લામાં ખાસ કરીને રાજકોટમાં વાહન ટેક્ષ ના ભરનારાઓ પર તવાઇ શરૂ કરી છે

Rajkot News: રાજકોટમાં આરટીઓ વિભાગ એક્શનમાં આવ્યુ છે, જિલ્લામાં ખાસ કરીને રાજકોટમાં વાહન ટેક્ષ ના ભરનારાઓ પર તવાઇ શરૂ કરી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં 600થી વધુ વાહનધારકોને આરટીઓ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે શહેરમાં કેટલાય વાહન ચાલકો એવા છે જેઓએ વાહન વેરો નથી ભર્યો આવા વાહન માલિકો પર હવે આરટીઓની તવાઇ શરૂ થઇ છે. શહેરમાં આરટીઓ વિભાગે વેરો વસૂલ કરવા માટે 600 વાહન ધારકોને નોટિસ ફટકારી છે, જેમાં ૧૮.૮૩ કરોડથી વધુનો વાહન વેરો બાકી બોલી રહ્યો છે. આમાં શૈક્ષણિક બસને 7 નોટિસ ઇસ્યૂ કરાઇ છે, અને ટેક્સીઓને 105 નૉટિસ ફટકારવામાં આવી છે. વેરો ના ભરવાના લિસ્ટમાં સૌથી વધુ બસો છે, જેમની પાસેથી ભારે ભરખમ વેરો વસૂલવાનો બાકી છે.

રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હતા ટ્રેનમાં

વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો છે. મહત્ત્વની વાત એ છે આ ટ્રેનમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે આ પથ્થરમારો થયો છે. રાત્રિના 9 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું કહેવાય છે. ટ્રેન પર પથ્થર ફેંકીને કાચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ સ્ટેશનના 4 કિલો મીટર પહેલા પથ્થરમારો કર્યો હતો. C4 અને C5 કોચમાં કાચ ફૂટ્યા હતા. કોઈ મોટું નુકસાન નથી, કોઈને ઇજા પણ પહોંચી નથી.ટીમ બનાવી તપાસ કરવા આદેશ આપ્યો છે. આ વિસ્તારમાં ઘણી બધી ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. ઘણી વખત આ વિસ્તારના બાળકો પથ્થરો ફેંકતા હોઈ છે જેને લઈને જાગૃતતા માટે પણ અભિયાન ચલાવીએ છીએ. ટીમો તપાસ કરે છે, પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેનમાં એસ્કોર્ટ પણ હોય છે. જેના દ્વારા પણ તપાસ કરી હતી. બીલેશ્વર આસપાસના લોકોની અને મુસાફરોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ પણ આવી રીતે પથ્થરો મારવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

વંદે ભારત ટ્રેન પર આ પહેલા પણ પથ્થરમારાની અનેક ઘટના ઘટી છે. (18-19 જૂન) દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેરઠ-મુઝફ્ફરનગર વચ્ચે નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું હતું.  ટ્રેનમાં બેસેલા કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો હતો.

જાન્યુઆરીથી પથ્થરમારાની 7મી ઘટના

જાન્યુઆરી 2023 પછી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ સાતમી ઘટના છે. અગાઉ મે મહિનામાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આવી જ ઘટના 6 એપ્રિલે પણ બની હતી, જ્યારે વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો. આ પહેલા જાન્યુઆરીમાં વિશાખાપટ્ટનમમાં જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો.

12 માર્ચે પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું. ઈસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટના મુર્શિદાબાદના ફરક્કામાં બની હતી.જાન્યુઆરી 2023માં RPFએ અહેવાલ આપ્યો હતો કે દાર્જિલિંગ જિલ્લામાં પથ્થરમારાને કારણે વંદે ભારત એક્સપ્રેસની બે બારી તૂટી ગઈ હતી. તે જ મહિનામાં હાવડાથી ન્યૂ જલપાઈગુડી જતી વંદે ભારત એક્સપ્રેસ પર માલદા પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવી છે, જેમાં 80 ટકા ઉત્પાદનો સ્વદેશી છે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ
Embed widget