શોધખોળ કરો

કોરોના સંક્રમણ વધતા રાજકોટના કયા મોટા ગામમાં લોકોએ સ્વંયભૂ લોકડાઉન કર્યું જાહેર ? જાણો વિગતે 

3500ની વસ્તી ધરાવતા પાચવડા ગામના 80 ટકા વડીલોએ કોરોનાની વેક્સીન લઈ લીધી છે. ગામના તમામ લોકો માસ્ક ફરજિયાત પહેરે છે.  

રાજકોટ: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ ઘાતક બન્યું છે ત્યારે આ સંક્રમણને રોકવા માટે ગામડાઓમાં લોકો સ્યંયભૂ લોકડાઉન (Lockdown)  કરી રહ્યા છે. રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણ તાલુકાના પાંચવડા ગામમાં લોકોએ સ્વંયભૂ લોકડાઉન જાહેર કર્યું છે. ગામમાં સવારે 7 થી 9 અને સાંજે 5 થી 8  વાગ્યા સુધી દુકાનો ખુલે છે. આ ગામમાં નાની મોટી 20 જેટલી દુકાનો આવેલી છે. 

3500ની વસ્તી ધરાવતા પાચવડા ગામના 80 ટકા વડીલોએ કોરોનાની વેક્સીન લઈ લીધી છે. ગામના તમામ લોકો માસ્ક ફરજિયાત પહેરે છે.  આ ગામમાં 
કોરોનાનો એક કેસ આવ્યો અને એક વ્યક્તિનું મોત થયું હતું.  

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં કોરોનાના કેસ વધતા કોસ્મેટિક એસોસિએશને મોટો નિર્ણય લીધો છે.  કોસ્મેટિક એસોસિએશનના પ્રમુખ સુનિલભાઈ સુરાણીના જણાવ્યા મુજબ સવારના 9થી બોપરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે. તે બાદ લોકડાઉન કરાશે.

સૌરાષ્ટ્રના કયા કયા ગામડાઓમાં સ્વયંભૂ કરાયુ લોકડાઉન

ભાવનગરના(Bhavnagar)ના  મહુવા (Mahua)માં પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે. મહુવામાં બુધવાર રાત્રેથી પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને મહુવા નગર પાલિકા સંયુક્ત સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે જે તા 14/4/21 બુધવાર રાત્રેથી સતત પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે, તેમાં આવશ્યક વસ્તુ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

જામનગર(Jamnagar)માં કોરોનાના કેસ વધતા વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસનુ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપાર અને ઉધોગ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. શહેરીજનોને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા તેમજ સહકારની અપીલ કરી છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર વેપારી મહામંડળ, જામનગર ફેકટરી ઓનસ એસોસિએશન અને ધી સિડ ઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસિએશનની સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરાઈ છે.

જિલ્લાના શાપુર ગામમાં આશરે 80 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા ગ્રામ પંચાયત તેમજ વેપારી એસોસિયેશનના સભ્યોએ આજથી અડધા દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો ફેંસલો કર્યો છે. 30 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉન પાળવામાં આવશે. ગામમાં બપોરના બે વાગ્યા સુધી જ બજાર ખુલ્લી રહેશે.

દ્વારકાઃ ખંભાળિયા તાલુકાનું બજાણા ગામ આજથી  સ્વૈચ્છિક  લોકડાઉન પાળશે. ૧૪ એપ્રિલ થી ૨૩ એપ્રિલ સુધી સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી બજારો દુકાનો બંધ રાખશે. બજાણા ગ્રામપંચાયત અને વેપારીઓએ લીધેલા નિર્ણય પ્રમાણે દુકાનો રોજ સવારે ૬ થી૯ અને સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી ખૂલી રહેશે.

જામજોધપુર પંથકમાં વધતા કોરોના કેસોના પગલે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. 17 થી 20 એપ્રિલ સુધી સંપૂણ લોકડાઉન રહેશે. જેમાં મેડિકલ ઇમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ રહેશે. 21 એપ્રિલ થી સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યે સુધી દુકાનો ખુલી રખાશે, જેનો અમલ 30 એપ્રિલ સુધી કરવામાં આવશે. નગરપાલિકા ખાતે મળેલી વિવિધ વેપારી એસોસિએશન, સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget