શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, બહારથી યુવતીઓ લાવી કરાવાતો હતો ધંધો
આરોપી બહારથી યુવતીઓ બોલાવી શરીર સંબંધ કરાવી ગ્રાહકો પાસેથી કમિશન લેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ : શહેરમાંથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે. હેવન ડ્રિમ વેલનેસ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સ્પાના સંચાલક સન્ની ભોજાણીની ધરપકડ કરી છે. આરોપી બહારથી યુવતીઓ બોલાવી શરીર સંબંધ કરાવી ગ્રાહકો પાસેથી કમિશન લેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટમાં ગુરુકૃપા કોમ્પલેક્ષના બીજા માળે હેવન ડ્રી વેલનેસ સ્પા આવેલું છે. અહીં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની ક્રાઇમબ્રાંચને બાતમીને આધારે રેડ કરી સ્પાના સંચાલક સન્ની ભોજાણીને દિલ્લીની બે યુવતી પાસે ધંધો કરાવતા રંગેહાથ ઝડપી લીધો હતો.
પોલીસે હેવન ડ્રીમ વેલનેસ સ્પામાં ડમી ગ્રાહક મોકલી દરોડા પાડ્યા હતા. જેમાં સન્ની અને બે યુવતીઓ મળી આવી હતી. આ યુવતીઓ દિલ્લીની હોવાનં સામે આવ્યું છે. એક યુવતીએ સન્ની તેને અહીં રાખી ગ્રાહકો સાથે શરીર સંબંધ બંધાવતો હતો તેમજ ગ્રાહકો પાસેથી વધુ નાણા લેતો અને તેણીને ઓછા રૂપિયા આપતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને યુવતીઓને સાહેદ બનાવી સન્ની સામે ગુનો નોંધ્યો હતો. તે ગ્રાહકદીઠ 3 હજાર રૂપિયા લેતો હતો, જેમાંથી બે હજાર પોતે રાખતો હતો અને એક હજાર રૂપિયા યુવતીને આપતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement