શોધખોળ કરો

Rajkot : રામનાથપરામાં લગ્નપ્રસંગમાં ત્રાટકી પોલીસ, આયોજક સામે ગુનો નોંધી એકની કરી ધરપકડ

રામનાથપરામાં ગુર્જર પ્રજાપતિ સમાજની વાડીમાં લગ્નમાં ૧૫૦થી વધુ લોકોની હાજરીમાં પોલીસની તપાસ હાથ ધરી હતી. આયોજક સામે પોલીસે કાર્યવાહી કરી છે. જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી એક શખ્સની ધરપકડ કરી લીધી છે.

રાજકોટઃ રામનાથપરામાં ગુર્જર પ્રજાપતિ સમાજની વાડીમાં લગ્નમાં ૧૫૦થી વધુ લોકોની હાજરીમાં પોલીસની તપાસ હાથ ધરી હતી. આયોજક સામે પોલીસે કાર્યવાહી કરી છે. જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી પોલીસે એક શખ્સની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે ગઈ કાલે જ કોરોના ગાઇડલાઇની જાહેરાત કરી છે અને લગ્ન પ્રસંગમાં 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે. તેમજ પોલીસ વડાએ પણ ગાઇડ લાઇના કડક અમલના આદેશ આપ્યા છે, તેના થોડા જ કલાકમાં રાજકોટમાં પોલીસ લગ્ન પ્રસંગમાં ત્રાટકી હતી અને કોરોના ભંગની કાર્યવાહી કરી હતી. 

રાજ્યમાં અમલી બનેલ નવી કોરોના ગાઈડ લાઈન સખત અમલ માટે આજે રાજ્ય પોલીસ વડાઓ જિલ્લાના એસપી અને રેન્જ આઈજી સાથે વિડિઓ કોન્ફ્રાન્સ કરીને કડક અમલવારી માટે આદેશ આપ્યા છે. આ સમયે તેમણે કોરોનાના કડક નિયંત્રણો મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે સરકારી કચેરીઓમાં 50 ટકા હાજરીનો નિર્ણય લેવાય તેવા સંકેત આપ્યા હતા. સંક્રમણ વધે તો સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ અંગે નિર્ણય લેવાઇ શકે છે. 

રાજ્ય પોલીસ વડાઓએ પ્રેસ કોન્ફ્રાન્સ મા જણાવ્યું કે, રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારની SOPનો કડક અને ચુસ્ત અમલ કરવા આપવામાં આવેલ સુચના અનુસંધાને રાજય પોલીસ તંત્ર દ્વારા તા .૧૫ / ૦૧ / ૨૦૨૨ થી તા .૨૧ / ૦૧ / ૨૦૨૨ દરમ્યાન કોરોના સંક્રમણ અંગેના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવા અંગેની નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલ છે.

 છેલ્લા એક અઠવાડીયામાં જાહેરનામા ભંગના કુલ -૩,૮૩૦ ગુન્હા દાખલ થયેલ છે , જેમાં કુલ -૩,૨૦૬ વ્યકિતઓની ધરપકડ પણ થયેલ છે . જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થૂંકવા બદલ કુલ -૨૫૭૪૫ વ્યકિતઓ પાસે રૂા .૨.૫૬ કરોડ જેટલો દંડ વસુલ કરાયેલ છે તથા એમ.વી. એકટ ૨૦૭ ની જોગવાઇઓના ભંગ બદલ કુલ ૩૧૪૨ વાહનો જપ્ત કરાયેલ છે .

રાજકીય મેળાવડાઓમા કેમ પગલાઓ લેવાતા નથી, તે પ્રશ્ન પર રાજકીય કાર્યક્રમમાં પણ પગલાંઓ લેવાતા હોવાનો રાજ્ય પોલીસ વડાએ દાવો કર્યો. તેમણે કહ્યું સંક્રમણ ઓછું હોય ત્યારે આપડે કડક રીતે પગલાંઓ નથી લેવામાં આવતા.સંક્રમણ વધે ત્યારે કડક પગલાંઓ લેવામાં આવે છે. આશિષ ભટિયાએ કહ્યું કે, સરકારી કચેરીઓમાં સંખ્યા ઓછી કરવા સંદર્ભે કોર ટીમમાં ચર્ચા કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ભવિષ્યમાં કેસ વધે તો આવો નિર્ણય લેવાય શકે છે. તેમણે સરકારી કચેરીઓમાં 50 ટકા હાજરીનો નિર્ણય લેવાય તેવા સંકેત આપ્યા હતા. સંક્રમણ વધે તો સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ અંગે નિર્ણય લેવાઇ શકે છે. સરકારી કચેરીઓમાં સ્ટાફની સંખ્યા પર કોર કમિટીમાં ચર્ચા થશે. હાલના તબ્કે સરકારી કચેરીઓમાં સ્ટાફ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. 

પોલીસ ગ્રેડ પે અને અન્ય માંગણીઓ સંદર્ભે રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે આ વિષય મામલો રાજ્ય કમિટીએ મોટા ભાગનું કામ કરી લીધું છે. સરકાર સાથે પણ આ મુદ્દે એક બે વખત ચર્ચા મીટીંગ થઈ ચૂકી છે. હકારાત્મક રીતે કમિટી પોલીસ ગ્રેડ પે અને અન્ય પ્રશ્નો સંદર્ભે કામગીરી કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Actor Allu Arjun Arrested : અલ્લુ અર્જુનને કોર્ટે ફટકારી 14 દિવસની જેલ , જુઓ અહેવાલBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરAllu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
Allu Arjun granted interim bail: હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા, આજે જ થઈ હતી ધરપકડ
Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Actor Allu Arjun: સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Embed widget