Rajkot: શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા બાદ પોલીસે સોની બજારમાં બોલાવ્યો સપાટો, 16 લોકો સામે કરી કાર્યવાહી
રાજકોટ: શહેર સોની બજારમાંથી શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ પોલીસ જાગી છે. સોની બજારમાં SOG પોલીસે પેટ્રોલીંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત પોલીસે જાહેરનામા ભંગના 16 ગુના નોંધ્યા છે
રાજકોટ: શહેર સોની બજારમાંથી શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા બાદ પોલીસ જાગી છે. સોની બજારમાં SOG પોલીસે પેટ્રોલીંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત પોલીસે જાહેરનામા ભંગના 16 ગુના નોંધ્યા છે. એ-ડિવિઝન પોલીસે સોની બજારમાં દુકાન અને મકાન ભાડે આપનાર મકાન માલીકો સામે ગુના દાખલ કર્યા છે. મકાન કે દુકાન પરપ્રાંતીય શખ્સોને ભાડે આપતા પહેલા ફોટો અને આઈકાર્ડ લેવા સૂચના આપી છે. નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા રાજકોટ પોલીસે અપીલ કરી છે.
રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓની કરતૂતનો પર્દાફાશ
રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓની કરતૂતનો પર્દાફાશ થયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આતંકીઓ જન્માષ્ટમી પર જ સૌરાષ્ટ્રમાં કોઈ ઘટનાને અંજામ આપવાના હતા. ત્રણેય આંતકીઓ AK 47 ચલાવવાની તાલીમ લેતા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ગન ચલાવવાનું શીખતા હતા. આતંકીઓ મોબાઈલથી સતત એકબીજાના સંપર્કમાં રહેતા હતા. પિસ્તોલ સિવાયના પણ હથિયારો ખરીદ્યા હોવાની આશંકા છે. ત્રણેય આતંકીમાંથી બે આતંકવાદીઓ રેલવે સ્ટેશન ઉપર જઈને રેકી કરતા હતા. જેથી આંતકીઓનો શું પ્લાન હતો તેમને લઈ ATS દ્વારા પૂછપરછ ચાલુ છે. 14 દિવસના રિમાન્ડમાં અનેક હકીકતો બહાર આવે તેવી શક્યતાઓ છે.
રાજકોટમાંથી પકડાયેલા ત્રણ આતંકવાદીમાંથી બે આતંકવાદીઓ રેલવે સ્ટેશન ઉપર જઈને રેકી કરતા હતા. રેલવે સ્ટેશનને જઈને શા માટે રેકી કરતા હતા તેને લઈને પણ એટીએસના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
આવી છે મોડસ ઓપરેન્ડી
રાજકોટ જેમ્સ જ્વેલરીના મંત્રીએ કહ્યું કે, ફંડ ક્યાંથી આવે છે એ તપાસ કરવાની જરૂરિયાત છે. સોની વેપારીઓએ હવે જાગૃત થવાની જરૂરિયાત છે. સોની વેપારીઓ અને પોલીસે સંકલન કરી તમામ કારીગરો માહિતી એકઠી કરશે. રાજકોટની સોની બજારમાં 70,000 કરતાં વધુ બંગાળી કારીગરો કામ કરે છે. અમુક વેપારીઓ દ્વારા કારીગરોની તમામ માહિતી રાખવામાં આવે છે તો અમુક વેપારીઓ બેદરકાર છે.
રાજકોટમાં બંગાળી એસોસિયેશનના પ્રમુખ આલોકનાથ શાહનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે સોની બજારમાંથી ત્રણ આતંકવાદી પકડાયા તેને વખોડી કાઢ્યું છે. કોઈપણ કારીગર આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો તાત્કાલિક એસોસિયેશનને જાણ કરે. જે આવું પ્રવૃત્તિ કરે છે તે દેશદ્રોહી છે. જે પકડાયા તે કોઈ એસોસિયેશન સાથે જોડાયેલા નથી. આ પ્રવૃત્તિ સમાજ વિરોધી છે અન્ય બંગાળી કારીગરો વકોડી કાઢે છે. અમારા કહેવાથી પણ અમુક કારીગરો રજીસ્ટ્રેશન કરતા નથી. આ મામલે વેપારીઓએ પણ સાવધાની રાખવાની જરૂર છે.