શોધખોળ કરો
Advertisement
31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ થાય એ પહેલા જ રાજકોટ ક્રાઈમ બ્રાંચે આટલા લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો, જાણો
નવા વર્ષની ઉજવણીમાં યુવાધનને નશાના રવાડે ચઢાવતા અટકાવવા રાજકોટ પોલીસ મક્કમ બની છે.
રાજકોટ: નવા વર્ષની ઉજવણીમાં યુવાધનને નશાના રવાડે ચઢાવતા અટકાવવા રાજકોટ પોલીસ મક્કમ બની છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાંથી પોલીસે 18 લાખ 76 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. છેલ્લા 20 દિવસમાં 85 લાખ 67 હજારની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 11052 બોટલ મળી બે ટ્રક સાથે કુલ 71,59,720 નો મુદ્દામાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે.
એક બાજુ કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં નવા વર્ષની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ક્યાંય પણ નવા વર્ષની ઉજવણી ન થાય એ માટે પોલીસ પણ મક્કમ બની છે. એમા પણ યુવાધન નશાના રવાડે ન ચઢે એ માટે પોલીસે મોટી ડ્રાઈવ શરુ કરી છે. માત્ર રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં 18 લાખ 76 હજારની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion