(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: PSIને 28 વર્ષીય પત્નિને બીજા યુવક સાથે અફેરની હતી આશંકા, પત્નિને ક્વાર્ટરમાં પૂરીને ગયો ને પછી....., કોણ છે આ PSI?
સબ ઈન્સ્પેક્ટર હિરેન પરમારે 2013માં 23 જાન્યુઆરીએ સરકારી ક્વાર્ટરમાં સરકારી રિવોલ્વરથી ફાયર કરતાં રસીલાની છાતીમાં ડાબી તરફ ગોળી ખૂંપી જવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક રસિલાબેનના ભાઈ કોડીનારમા રહેતા ભગવત મશરીભાઈ વાળાએ ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટઃ રાજકોટની રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈ ક્વાર્ટરમાં બી-ડિવિઝનના સબ ઈન્સ્પેક્ટર હીરેનસિંહ પરબતસિંહ પરમારે પોતાની સર્વિસ રિવોલ્વરથી 28 વર્ષીય પત્ની રસિલાબેન ઉર્ફે રશ્મિની 2013માં હત્યા કરી નાંખી હતી. આ કેસમાં કોર્ટે સસ્પેન્ડેડ પીએસઆઈને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પીએસઆઈને હત્યાના ગુના ઉપરાંત શારીરિક-માનસિક ત્રાસ, પૂરાવાનો નાશ તેમજ આર્મ્સ એક્ટની કલમો હેઠળ પણ સજા તથા દંડ ફટકાર્યાં છે. આ કેસમાં કોર્ટે અન્ય આરોપીઓ એવા મૃતકના શ્વસૂર પરબતસિંહ, જેઠ-પોલીસ ઈન્સ્પેક્ટર વિજયસિંહ અને નણંદ મીતાને છોડી મૂક્યાં છે. હીરેન પરમાર સગર્ભા પત્ની રસિલાના ચારિત્ર્ય પર શંકા-કુશંકા કરીને પરેશાન કરતો હતો.
સબ ઈન્સ્પેક્ટર હિરેન પરમારે 2013માં 23 જાન્યુઆરીએ સરકારી ક્વાર્ટરમાં સરકારી રિવોલ્વરથી ફાયર કરતાં રસીલાની છાતીમાં ડાબી તરફ ગોળી ખૂંપી જવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક રસિલાબેનના ભાઈ કોડીનારમા રહેતા ભગવત મશરીભાઈ વાળાએ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં સરકારપક્ષે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ચેતનાબેન આર. કાછડિયાએ દલીલો કરી હતી કે બનાવ વખતે ક્વાર્ટરમાં ત્રીજું કોઈ હાજર નહોતું,. પરમારે ગૃહકલેશ અને ચારિત્ર્ય પર શંકાને કારણે હત્યા કરી છે. બનાવ વખતે મૃતક રશ્મિ સગર્ભા હતી. બેલેસ્ટિક એક્સપર્ટનો એવો રિપોર્ટ છે કે હીરેનની ગનમાંથી જ ફાયરીંગ થયું હતું તથા બૂલેટ વાગવાથી થયેલી ઈજાના લીધે જ રશ્મિનું મૃત્યુ નિપજ્યું હતું. સરકારી વકીલે પરમારને સજા થાય એવી અરજ કોર્ટ સમક્ષ કરી હતી હતી.
રાજકોટ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર હીરેન પરમાર સગર્ભા પત્ની રસિલાના ચારિત્ર્ય પર શંકા-કુશંકા કરતો હતો. આવા ઝઘડાના કારણે જ બનાવના દિવસે બપોરે પત્ની પોતાના પિયર કોડીનાર જવા નિકળી હતી, પરંતુ હિરેનને કોઈએ જાણ કરી દેતાં તે બસ સ્ટેન્ડ દોડી જઈને પત્નીને પાછી લઈ આવ્યો હતો. હીરેન પત્નિને ક્વાર્ટરમાં તેને પુરી દઈ બહાર તાળું મારીને જતો રહ્યો હતો. બાદમાં રાતે ઘરે પરત ફરી હત્યા કરી નાખી હતી.