રાજકોટઃ ગોંડલ નાગરિક સહકારી બેંકમાં કરોડોના કૌભાંડની આશંકા, 25000 ના ભાવની જમીન 35000 માં ખરીદી કર્યાનો આરોપ
બેન્કના સભાસદ સુરેશ ભટ્ટીએ રાજકોટ બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં પુરાવા સાથે દાવો દાખલ કર્યો છે જેના પર 10 ઓગસ્ટએ સુનાવણી હાથ ધરાશે.
Gondal Nagrik Cooperative Bank: રાજકોટની ગોંડલ નાગરિક સહકારી બેન્કમાં જમીન ખરીદીના બહાને 6 કરોડ રૂપિયાનું કૌભાંડના આરોપ લાગ્યા છે. બેન્કના સભાસદ સુરેશ ભટ્ટીએ પૂરાવા સાથે રાજકોટ બોર્ડ ઑફ નોમિની કોર્ટમાં દાવો કર્યો કે, કોલેજ ચોક વિસ્તારમાં 1200 વાર જમીન 25 હજારના ભાવના બદલે 35 હજાર ભાવે ખરીદી કરવામાં આવી છે. જો કે બેન્કના ચેયરમેન અશોકભાઈ પીપળીયાએ આ આરોપને ફગાવ્યા છે. જો કે સુરેશ ભટ્ટીએ કોર્ટમાં કરેલા દાવા પર હવે 10 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે.
મળતી માહિતી મુજબ બેન્કના ચેરમેન અશોક પીપળીયા, સાંસદ રમેશ ઘડુક, પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા, યતીશ દેસાઈ સહીત ડિરેક્ટર સામે દાવો દાખલ કર્યો હતો. જો કે બેંકના ડિરેક્ટર અને કોંગ્રેસના નેતા યતિશ દેસાઈ દ્વારા વિરોધ કરવામાં આવતા તેમની સામે દાવો પડતો મૂકવામાં આવ્યો હતો.
બેન્કના સભાસદ સુરેશ ભટ્ટીએ રાજકોટ બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં પુરાવા સાથે દાવો દાખલ કર્યો છે જેના પર 10 ઓગસ્ટએ સુનાવણી હાથ ધરાશે.