TRP Game zone Fire: રાજકોટ ટીઆરપી ઝોનમાં આ 27 લોકો લાપતા, જુઓ યાદી
ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું.

Rajkot TRP Game Zone Fire Victims List: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકો લાપતા થયાના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું. સત્તાવાર રીતે ૨૮ જેટલા મૃતદેહો સિવિલ પહોંચ્યા છે.
રાજકોટ ટીઆરપી ઝોનમાં આ 27 લોકો થયા લાપતા
- નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 23)
- પ્રકાશભાઈ નગીનદાસ પાંચાલ (ગોંડલ)
- વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ.44)
- ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
- દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
- સુનિલભાઈ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉ.વ.45)
- ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)
- અક્ષત કિશોરભાઈ ઘોલરીયા (ઉ.વ.24)
- ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)
- હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)
- વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)
- કલ્પેશભાઈ બગડા
- સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા
- નિરવ રસિકભાઈ વેકરીયા (ઉ.વ. 20)
- સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ.17)
- શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)
- જયંત ગોટેચા
- સુરપાલસિંહ જાડેજા
- નમનજીતસિંહ જાડેજા
- મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.વ.25)
- ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ.35)
- વિરેન્દ્રસિંહ
- કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ.18)
- રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ.12)
- રમેશ કુમાર નસ્તારામ
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
- મોનુ કેશવ ગૌર (ઉ.વ. 17)
રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
