શોધખોળ કરો
રાજકોટમાં શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના આવી સામેઃ શિક્ષકે વિદ્યાર્થિની પર ગુજાર્યો બળાત્કાર
શિક્ષકે સગીરાના ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ધરપકડ કરી મહિલા પોલીસને આરોપી સોંપાયો છે.

રાજકોટઃ રાજકોટમાં શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ઘરે સગીર વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઈ શિક્ષકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પુરુષ વગરનું ઘર હોય માતા નોકરી પર હતી, ત્યારે શિક્ષકે ઘરમાં ઘૂસીને વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી હતી. મળતી વિગતો પ્રમાણે રૈયા ટેલીફોન એક્ષેંજ પાસે રાજમણિ કોમ્પલેક્ષમાં અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઈ કરાથીયાની સગીરા પર બળાત્કારના ગુનામાં યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. શિક્ષકે સગીરાના ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ધરપકડ કરી મહિલા પોલીસને આરોપી સોંપાયો છે. કોરોના રિપોર્ટ બાદ પૂછપરછ હાથ ધરાશે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















