શોધખોળ કરો

Rajkot: તો શું ભાજપ નેતાને ઈશારા ASI હિતેન્દ્રસિંહને સસ્પેન્ડ કરાયા? રાજપૂત સમાજના અગ્રણીનો ગંભીર આરોપ

રાજકોટ: સોશિયલ મીડિયામાં પોસ્ટના કારણે ચર્ચામાં આવેલા ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, હિતેન્દ્રસિંહના સમર્થનમાં હવે રાજપૂત સમાજ અને કરણી સેના આવી છે.

રાજકોટ: સોશિયલ મીડિયામાં પોસ્ટના કારણે ચર્ચામાં આવેલા ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, હિતેન્દ્રસિંહના સમર્થનમાં હવે રાજપૂત સમાજ અને કરણી સેના આવી છે. રાજપૂત સમાજ અને કરણીસેનાના આગેવાનો દ્વારા હિતેન્દ્રસિંહને નોકરીમાં પરત લેવા રજૂઆત કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, રાજકીય ઇશારે ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક મંત્રીના સંબંધીને ત્યાં રેડ કરી હોવાથી કિન્નાખોરી રખાયાનો આરોપ  લગાવ્યો છે. 

સસ્પેન્શન રદ્દ કરી ASI હિતેન્દ્રસિંહ ઝાલાને ફરજ પર લેવા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે કરણી સેના અને રાજપૂત સમાજે રાજકોટ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રાજપૂત સમાજના અગ્રણી જે પી જાડેજાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે મંત્રી અરવિંદ રૈયાણીના ઇશારે ASI હિતેન્દ્રસિંહ ઝાલાને પરેશાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો છે. કુવાડવા વિસ્તારમાં ASI હિતેન્દ્રસિંહ ઝાલાએ જુગારની રેડ કરી હતી. રેડની જગ્યા મંત્રી અરવિંદ રૈયાણીના સબંધોની હોવાની વાત જેપી જાડેજાએ કરી છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ લખપતમાં 11 ઈંચ અને વલસાડના કપરાડામાં નવ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીના સિઝનનો સરેરાશ 27.69 ટકા સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકામાં 0 થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 69 તાલુકામાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 88 તાલુકામાં સિઝનનો પાંચથી 10 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ વરસ્યો હતો.

કચ્છના લખપતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય વલસાડના કપરાડામાં નવ ઇંચ, ધરમપુરમાં આઠ ઇંચ, તાપીના વ્યારામાં પોણા આઠ ઇંચ, નવસારીના વાંસદામાં પોણા આઠ ઇંચ, કચ્છના નખત્રાણામાં સાત ઇંચ,  સુરતના મહુવામાં સાડા છ ઇંચ, તાપીમાં ડોલવણમાં સાડા છ ઇંચ, જામનગરના જોડીયામાં સવા છ ઇંચ, નવસારીના ચિખલીમાં છ ઇંચ, તાપીના વાલોદમાં છ ઇંચ, દેવભૂમિ દ્ધારકા તાલુકામાં છ ઇંચ, કલ્યાણપુરમાં સાડા પાંચ ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં સવા પાંચ ઇંચ, સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ તાપીના નિઝરમાં પાંચ ઇંચ, ડાંગના વઘઇમાં પાંચ ઇંચ, દેવભૂમિ દ્ધારકાના ખંભાળિયામાં પાંચ ઇંચ, નવસારીના ખેરગામમાં પાંચ ઇંચ, સુરતના બારડોલીમાં પોણા પાંચ ઇંચ, જૂનાગઢના માણાવદરમાં પોણા પાંચ ઇંચ, નવસારી તાલુકામાં સવા ચાર ઇંચ, નર્મદાના સાગબારામાં સવા ચાર ઇંચ, સુરતના માંડવી, કચ્છના માંડવી, સુરત શહેર, છોટાઉદેપુરના બોડેલી, પોરબંદરના કુતિયાણા ચાર, દેવભૂમિ દ્ધારકાના ભાણવડ, જૂનાગઢના વંથલી, સુરતના પલસાણા, છોટાઉદેપુરના પાવી જેતપુર ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.

પંચમહાલના જાંબુઘોડામાં પોણા ચાર, જામગરના જામજોધપુરમાં પોણા ચાર ઇંચ, વલસાડના વાપીમાં પોણા ચાર ઇંચ, ગણદેવી, બાબરા, અમદાવાદ શહેરમાં પોણા ચાર ઇંચ, મુંદ્રા, ડાંગ, રાણાવાવ, શહેરામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. પારડી, હિંમતનગર, સંખેડા, જલાલપોરમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget