શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ ગામમાં કોરોનાનો હાહાકારઃ 37 દિવસમાં 45 લોકોના મોત, કયા જાણીતા ઉદ્યોગપતિનું પણ થયું મોત?

રાજકોટ જિલ્લાના સરધારમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામની વસ્તી 10 હજાર છે. 37 દિવસમાં 45 લોકોના મૃત્યુ થયા છે. યોગ્ય સારવારના અભાવે લોકોના મોત થયા છે. 

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. રાજકોટ જિલ્લાના સરધારમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા સરધાર ગામની વસ્તી 10 હજાર છે. 37 દિવસમાં 45 લોકોના મૃત્યુ થયા છે. યોગ્ય સારવારના અભાવે લોકોના મોત થયા છે. 

સરધારના વતની અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને ભાજપના આગેવાન ચેતન પાણએ કહ્યું,  એક સાથે કેસ આવતા સુવિધાઓ ન મળી એટલે ટપોટપ મૃત્યુ થયા. હાલમાં કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

સરધાર પાસે આવેલા ભંગડા વતની અને સૌરાષ્ટ્ર જીનીંગ એસોસિએશન પ્રમુખ ભરતભાઈ વાળાનું નિધન થયું છે. સૌરાષ્ટ્ર જીનીંગ ક્ષેત્રના મોટું નામના ધરાવતા ઉધોપતિનો કોરોનાએ જીવ લીધો છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં 10 દિવસથી ભરતભાઈ વાળાની સારવાર ચાલતી હતી. સૌરાષ્ટ્રના જીનીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)ના કેસ ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. જે રાજ્ય માટે ખૂબ જ મોટી રાહતની વાત છે.  કોરોના મહામારીની શરૂઆતથી આજ સુધીમાં રાજ્યમાં 5 લાખથી વધુ લોકો સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 12064 કેસ નોંધાયા છે. જેની સામે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8154 પર પહોચ્યો છે. 

રાજ્યમાં આજે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 503497  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,46,385 પર પહોંચ્યો છે. જેમાંથી 775  લોકો વેન્ટિલેટર પર અને 145610 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.52  ટકા છે.  

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17,  સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 5,  મહેસાણા 3, જામનગર કોર્પોરેશન 8,  વડોદરા 4,  રાજકોટ કોર્પોરેશમાં 7,  જામનગર 5, સુરત 4, ભાવનગર કોર્પોરેશમાં 5, જૂનાગઢ  3, ગીર સોમનાથ 1,  જૂનાગઢ કોર્પોરેશન 4,  પંચમહાલ 1, કચ્છ 4, મહીસાગર 0,  બનાસકાંઠા 1, આણંદ 1, દાહોદ 1, અરવલ્લી 2,  ગાંધીનગર  1, નવસારી 1, ખેડા 0, પાટણ 3, ગાંધીનગર કોર્પોરેશન 0, ભરૂચ 2, નર્મદા 0, તાપી 1, સુરેન્દ્રનગર 1, રાજકોટ 5, સાબરકાંઠા 4,  ભાવનગર 6, વલસાડ 2, છોટા ઉદેપુર 1, અમરેલી 2, અમદાવાદ 0, મોરબી 0, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદર 1, બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 119 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3744,  સુરત કોર્પોરેશન-903,  વડોદરા કોર્પોરેશન 648,  મહેસાણા 497, જામનગર કોર્પોરેશન 398,  વડોદરા 390,  રાજકોટ કોર્પોરેશમાં 386,  જામનગર 328, સુરત 306, ભાવનગર કોર્પોરેશમાં 289, જૂનાગઢ  253, ગીર સોમનાથ 231,  જૂનાગઢ કોર્પોરેશન 229,  પંચમહાલ 223, કચ્છ 211, મહીસાગર 210,  બનાસકાંઠા 207, આણંદ 195, દાહોદ 190, અરવલ્લી 155,  ગાંધીનગર  155, નવસારી 146, ખેડા 142, પાટણ 139, ગાંધીનગર કોર્પોરેશન 131, ભરૂચ 114, નર્મદા 114, તાપી 114, સુરેન્દ્રનગર 112, રાજકોટ 110, સાબરકાંઠા 110,  ભાવનગર 102, વલસાડ 102, છોટા ઉદેપુર 98, અમરેલી 96, અમદાવાદ 93, મોરબી 80, દેવભૂમિ દ્વારકા 57, પોરબંદર 32, બોટાદ 19 અને ડાંગ 5 કેસ સાથે  કુલ 12064  કેસ નોંધાયા છે.  

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,02,24,941  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 29,89,975  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,32,14,916 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 22,474 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 38,139 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,10,614 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mount Abu: માઉન્ટ આબુમાં આજે ત્રણ ડિગ્રી તાપમાન, પાણી બની ગયુ બરફ| Abp AsmitaBhupendrasinh Zala :વેચાણ ન કર્યું પણ બનાવી નાંખ્યા પાંચ બિલ, જુઓ મહાઠગના કાંડSurendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Embed widget