શોધખોળ કરો

કોરોના સંક્રમણને લઈને સૌરાષ્ટ્રને મળી આંશિક રાહત, કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો

સૌરાષ્ટ્રમાં મંગળવારે નવા બે હજાર 816 કેસ નોંધાયા છે. તો 56 દર્દીના મૃત્યુ નિપજ્યા હતા.

કોરોનાના સંક્રમણને લઈને સૌરાષ્ટ્રમાં આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં આંશિક ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં મંગળવારે નવા બે હજાર 816 કેસ નોંધાયા છે. તો 56 દર્દીના મૃત્યુ નિપજ્યા હતા. મંગળવારે જામનગર શહેરમાં નવા 331, તો ગ્રામ્યમાં નવા 331 કેસ મળીને કુલ 728 કેસ નોંધાયા છે. જ્યારે જામનગર જિલ્લામાં 14 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. ભાવનગર શહેરમાં નવા 391 તો ગ્રામ્યમાં નવા 81 કેસ મળીને કુલ 472 કેસ નોંધાયા છે. તો 10 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

રાજકોટ શહેરમાં નવા 593 અને ગ્રામ્યમાં નવા 133 કેસ મળીને કુલ 724 કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. એ જ રીતે જૂનાગઢ શહેરમાં નવા 172 અને ગ્રામ્યમાં નવા 178 મળીને કુલ 350 કેસ નોંધાયા છે. જ્યારે સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

અન્ય જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં નવા 108 કેસ નોંધાયા છે. બે દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. ગીર સોમનાથમાં નવા 149 કેસ નોંધાયા છે. એક દર્દીનું મૃત્યુ નિપજ્યુ છે. સુરેંદ્રનગર જિલ્લામાં નવા 62 કેસ નોંધાયા અને ચાર દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. દેવભૂમિ દ્વારકામાં નવા 57 કેસ નોંધાયા અને બે દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. મોરબીમાં નવા 104 કેસ નોંધાયા છે. એક દર્દીનું મૃત્યુ નિપજ્યુ છે. બોટાદ જિલ્લામાં નવા 23 કેસ નોંધાયા અને એક દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે પોરબંદરમાં નવા 37 કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.  સોમવારે 12820 કેસ નોંધાયા હતા. ગઈકાલે ફરી 13050 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7779  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297   પર પહોંચ્યો છે. જેમાંથી 778  લોકો વેન્ટિલેટર પર અને 147519 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.85  ટકા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશ 9,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 3, જામનગર કોર્પોરેશ 9,   ભાવનગર કોર્પોરેશન 5,વડોદરા 5, સુરત 2,   જામનગર-5, નવસારી 0, ખેડા 2, સાબરકાંઠા 3, મહીસાગર 1,  જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશ 3,  દાહોદ 2,  કચ્છ 3,   ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, ગીર સોમનાથ 1, નર્મદા 1, આણંદ 0, રાજકોટ 5, વલસાડ 1, પંચમહાલ 0, અમરેલી 2, ભરુચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4,  છોટા ઉદેપુર 2, પાટણ 3,  ભાવનગર 5, તાપી 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1,  દેવભૂમિ દ્વારકા 2,    પોરબંદર 0  બોટાદ 1, અને ડાંગ 0  મોત સાથે કુલ 131  લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4693, સુરત કોર્પોરેશન-1214, રાજકોટ કોર્પોરેશ 593,   વડોદરા કોર્પોરેશન 563, મહેસાણા 459, જામનગર કોર્પોરેશ 397,   ભાવનગર કોર્પોરેશન 391,વડોદરા 380, સુરત 360,   જામનગર-331, નવસારી 200, ખેડા 198, સાબરકાંઠા 198, મહીસાગર 195,  જૂનાગઢ 178, જૂનાગઢ કોર્પોરેશન 172,  દાહોદ 162,  કચ્છ 162,   ગાંધીનગર 158, ગાંધીનગર કોર્પોરેશન 151, ગીર સોમનાથ 149, નર્મદા 143, આણંદ 138, રાજકોટ 133, વલસાડ 120, પંચમહાલ 110, અમરેલી 108, ભરુચ 106, મોરબી 104, અરવલ્લી 102, બનાસકાંઠા 100,  છોટા ઉદેપુર 90, પાટણ 84,  ભાવનગર 81, તાપી 78, સુરેન્દ્રનગર 62, અમદાવાદ 61,  દેવભૂમિ દ્વારકા 57,    પોરબંદર 37  બોટાદ 23, અને ડાંગ 9 કુલ 13050 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,20,449  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,82,591 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,27,03,040  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 52,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
IND vs SA 2nd Test : કેટલા વાગ્યે શરુ થશે ભારત-સાઉથ આફ્રીકા બીજી ટેસ્ટ,જાણો કઈ ચેનલ અને એપ પર જોશો લાઈવ 
IND vs SA 2nd Test : કેટલા વાગ્યે શરુ થશે ભારત-સાઉથ આફ્રીકા બીજી ટેસ્ટ,જાણો કઈ ચેનલ અને એપ પર જોશો લાઈવ 
Ginger Tea: શું આદુવાળી ચા પીવાથી ખરેખર વજન ઘટે ? જાણો આ દાવાને લઈ શું કહે છે રિસર્ચ ?
Ginger Tea: શું આદુવાળી ચા પીવાથી ખરેખર વજન ઘટે ? જાણો આ દાવાને લઈ શું કહે છે રિસર્ચ ?
Embed widget