શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી આફતઃ સાંજે ચાર વાગ્યા સુધીમાં ગોંડલ-ભાણવડમાં 7-7 ઇંચ વરસાદ, કચ્છના અબડાસામાં 5.5 ઇંચ ખાબક્યો
ધોરાજીમાં ચાર ઇંચ, અમરેલીના વડિયામાં ચાર ઇંચ, રાજકોટના જામકંડોરણામાં ચાર ઇંચ, ટંકારામાં સાડા ત્રણ ઇંચ, કચ્છના માંડવીમાં સાડા 3 ઇંચ, મોરબીમાં સાડા 3 ઇંચ, જેતપુરમાં સાડા ત્રણ ઇંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો.
રાજકોટઃ રાજ્યમાં સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 229 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદે આફત સર્જી છે. ભારે વરસાદને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત દેવભૂમી દ્વારકાના ભાણવડમાં પોણા 7 ઇંચ, કચ્છના અબડાસામાં સાડા 5 ઇંચ, જામનગરના જામજોધપુરમાં સવા પાંચ ઇંચ, કચ્છના લખપતમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે.
આ સિવાય રાજકોટના ધોરાજીમાં ચાર ઇંચ, અમરેલીના વડિયામાં ચાર ઇંચ, રાજકોટના જામકંડોરણામાં ચાર ઇંચ, ટંકારામાં સાડા ત્રણ ઇંચ, કચ્છના માંડવીમાં સાડા 3 ઇંચ, મોરબીમાં સાડા 3 ઇંચ, જેતપુરમાં સાડા ત્રણ ઇંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ, કચ્છના રાપરમાં સાડા 3 ઇંચ, સુરેન્દ્રનગરના દસાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સુરેન્દ્રનગરના થાનગઢ, દ્વારકા, રાજકોટના ઉપેલટા, ભૂજ, મૂળીમાં 3થી 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય રાજકોટના કોટડાસાંગાણી, કચ્છના ગાંધીધામ, મોરબીના વાંકાનેર, સુરેન્દ્રનગરના સાયલા, કચ્છના નખત્રાણા, રાજકોટના લોધિકા, સુરેન્દ્રનગરના વઢવાણ, અમરેલીના બાબરા, ખંભાળીયા, ભચાઉ, સુરેન્દ્રનગરના ચોટિલા, અમરેલીના બગસરા, સુરેન્દ્રનગરના ચુડા, રાજકોટ, જામનગર, અંજાર, અમરેલી, જામનગરના લાલપુરમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
જ્યારે ભાવનગરના ઉમરાળા, જામનગરના જોડિયા, જૂનાગઢના ભેંસાણા, રાજકોટના જસદણ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, જામનગરના ધ્રોલ, રાજકોટના વીંછીયા, અમરેલીના લાઠી, મોરબીના હળવદ, કચ્છના મુંદ્રા, સુરેન્દ્રનગરના લીંબડી, ભાવનગરના વલ્લભીપુર, રાજકોટના પડધરી, મોરબીના માળિયા-મિયાણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, તાલાલામાં એકથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement