રાજકોટઃ પ્રોફેસરે Ph.D.ની વિદ્યાર્થીનીને તાબે થવા માટે મજબૂર કરવા ગુજાર્યા અત્યાચાર, યુવતીએ ફરિયાદમાં શું કહ્યું ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.પી.એડ. ભવનમાં પીએચ.ડી.ની વિદ્યાર્થિનીને પોતાને તાબે થવા માટે મજબૂર કરવા સતામણી કરતા હોવાની ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે.
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.પી.એડ. ભવનમાં પીએચ.ડી.ની વિદ્યાર્થિનીને પોતાને તાબે થવા માટે મજબૂર કરવા સતામણી કરતા હોવાની ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે.
આ વિદ્યાર્થીનીએ સત્તાવાર રીતે પ્રો.વાંકાણી સામે ફિઝિકલ હેરેસમેન્ટની ગંભીર ફરિયાદ કરી છે. આ ફરિયાદની તપાસ આંતરિક ફરિયાદ સમિતિને સોંપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરીક શિક્ષણ ભવનના પ્રોફેસર સામે જાતિય સતામણીની ફરિયાદમાં વિદ્યાર્થીનીએ કરાર આધારિત પ્રોફેસર વિક્રમ વાંકાણી શારીરીક અને માનસિક ત્રાસ આપી તાબે થવા મજબૂર કરતા હોવાનો આરોપ મૂક્યો છે. આ અરજીમાં અગાઉ બે વિદ્યાર્થિનીઓ પ્રોફેસરને તાબે ન થઈ હોવાથી અભ્યાસ છોડ્યો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. વિદ્યાર્થીનીએ પોતાની અરજીમાં પ્રોફેસરની યાતનામાંથી વિદ્યાર્થિનીઓને મુકત કરાવી ન્યાય આપવા માગ કરી છે. કુવપતિએ આ અંગે ઇન્ટર્નલ કમ્પ્લેઇન કમિટીને તપાસ સોંપી છે.
જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ સ્પષ્ટતા કરી છે કે, અમારી સિન્ડિકેટની મિટિંગ પહેલા વિદ્યાર્થિની મળવા આવી હતી. 3 વર્ષ પહેલાંની વિદ્યાર્થિની હતી અને રજૂઆત વખતે ગળગળી થઇ ગઇ હતી. આ પ્રકરણની તપાસ આંતરિક ફરિયાદ સમિતિને સોંપાઇ છે પણ તેની અરજીમાં ફિઝિકલ હેરેસમેન્ટની કોઇ ફરિયાદ નથી.