(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટના કુખ્યાત સ્ટોન કિલરનો નિર્દોષ છૂટકારો, પૂરાવાના અભાવે એક કેસમાં કૉર્ટે નિર્દોષ છોડ્યો
રાજકોટ શહેરમાં હાહાકાર મચારનાર સ્ટોન કિલરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સ્ટોન કિલર કેસમાં આરોપી હિતેષ રામાવતને કોર્ટ એક કેસમાં નિર્દોષ છોડ્યો છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં હાહાકાર મચારનાર સ્ટોન કિલરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સ્ટોન કિલર કેસમાં આરોપી હિતેષ રામાવતને કોર્ટ એક કેસમાં નિર્દોષ છોડ્યો છે. ચકચારી સ્ટોન કિલર કેસમાં સેશન્સ કોર્ટ ચૂકાદો આપ્યો છે. વર્ષ 2016માં એક વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો હતો અને અંદાજીત 5 વર્ષ જેટલો સમય સુધી કેસ ચાલ્યો હતો. પરંતુ યોગ્ય પુરાવા અને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યો છે.
જો કે હજુ બે હત્યા કેસના ચુકાદાઓ બાકી હોવાથી આરોપી હિતેષ રમાવાતને જેલમાં મોકલ્યો છે. વર્ષ 2016માં રાજકોટમાં એક બાદ એક સ્ટોન કિલિંગની ઘટનાઓ સામે આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્ટોન કિલરને પકડવા માટે રાજકોટ પોલીસે ખૂબ જ મહેનત કરી હતી.
પેપર લીક કાંડને લઈને NSUI અને યુથ કોંગ્રેસનું વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન
અમદાવાદ: પેપર લીક કાંડ અંગે ગુજરાત કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. યુથ કૉંગ્રેસે વિરોધ નોંધાવી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ કરી છે. આ તમામ આસિત વોરાના ઘરની બહાર ભેગા થયા હતા. અસિત વોરા ઘરે પહોંચે તે પહેલાં જ કરવામાં આવી અટકાયત. રોડ ઉપર ઉડાડવામાં આવી નકલી 2000ની નોટો. પેપર લીક કાંડ મુદ્દે આસિત વોરાના રાજીનામાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
પેપર લીક કાંડમાં ભાજપ સરકારના વિરોધમાં ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા દાહોદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા અમદાવાદના મણિનગર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે લેવાયા છે. આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરતા 23 લાખ રકમ મળી આવી. આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.