શોધખોળ કરો

Rajkot : થરા રાજવી પરિવારના 90 વર્ષના મોટા માતાના અપહરણથી દોડધામ, જમીન વિવાદમાં અપહરણની ચર્ચા

થરા રાજવી પરિવારના 90 વર્ષના મોટા માતાના અપહરણથી દોડધામ મચી ગઈ છે. રાજધરાનાના 90 વર્ષના રસિકકુંવરબાનું અપહરણ થતાં દોડધામ થઈ ગઈ છે. રાજકોટના ગઢકા 42 એકર જમીન વિવાદમાં અપહરણની ચર્ચા છે.  

રાજકોટઃ થરા રાજવી પરિવારના 90 વર્ષના મોટા માતાના અપહરણથી દોડધામ મચી ગઈ છે. રાજધરાનાના 90 વર્ષના રસિકકુંવરબાનું અપહરણ થતાં દોડધામ થઈ ગઈ છે. રાજકોટના ગઢકા 42 એકર જમીન વિવાદમાં અપહરણની ચર્ચા છે.  કાંકરેજ થરા પોલીસ મથકમાં પુત્રે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ગઢકાના ગાયત્રીદેવી જાડેજા, રાજકોટ આત્મીય કોલેજના પ્રોફેસર રાવીરાજસિંહ પરમાર, હરિરાજસિંહ સોઢા, લોધિકા તાલુકા પારડી ગામના રાજભા જાડેજા સામે નોંધાઈ ફરિયાદ..

થરા પોલીસે રાજકોટ પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસે ઇનોવા કાર કબ્જે કરી છે. જોકે, આરોપી ફરાર થઈ ગયા છે. પિયરપક્ષના 4 વ્યક્તિઓએ અપહરણ કરી અજ્ઞાત સ્થળે છુપાવી દેતા થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.  સાત દિવસ થયા બાદ પણ રાજમાતાની ભાળ ના મળતા નોંધાઈ પોલીસ ફરિયાદ. સમગ્ર મામલે થરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતમાં કાપડનો વેપારી લૂંટાયોઃ ડીંડોલી ચલથાણ હાઇવે પર ફિલ્મી ઢબે થઈ લૂંટ,બાઈક પર સવાર બે ઇસમોએ કાચ પર કીચડ ફેંકી રૂ 55 લાખની લૂંટ કરી ફરાર

સુરતના ડીંડોલીથી ચલથાણ તરફ જઈ રહેલા કેનાલ હાઇવે પર કાપડ વેપારી લૂંટ નો શિકાર બન્યો છે.કારમાં 55 લાખ રૂપિયા લઇ ત્રણ વેપારીઓ કડોદરા તરફ જઈ રહ્યા હતા.દરમિયાન ચલથાણ કેનાલ રોડ પર લૂંટનો શિકાર બન્યા.વેપારીની કાર પર બે અજાણ્યા મોપેડ સવારે કિચડ ફેકતા કાર ઉભી રાખવી પડી હતી. તેનો લાભ લઈ બંને મોપેડ સવાર કારમાંથી 55 લાખ રૂપિયાની બેગ લઈને ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ સહિત એસીપી ,ડીસીપી ,ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સથાળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતો યાનના કાપડનો વેપાર કરતો વેપારી લૂંટનો શિકાર બન્યો છે. યાનના કાપડનો વેપારી તેના અન્ય બે મિત્રો સાથે રૂપિયા 55 લાખ લઈને વ્યવસાયના કામ અર્થે મોડી સાંજે ડીંડોલી ચલથાણ કેનાલ હાઇવે પરથી કડોદરા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન ડિંડોલીથી ત્રણ કિલોમીટર દૂર પહોંચતા એની પાછળ બે અજાણ્યા ઈસમો દ્વારા મોપેડ પર આવીને તેમની કારના ડ્રાઇવરના કાચ પર કીચડ ફેંક્યો હતો. જેને લઇ કાર ચાલકે ગાડીને સાઈડ કરવી પડી હતી. દરમિયાન કાર જેવી સાઇડ કરાતા તરત જ બંને અજાણ્યા મોપેડ સવારોએ કારમાં રહેલ રૂપિયા 55 લાખની બેગ નજર ચૂકવી લઈ ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી દોડી આવ્યા

સુરતનો યાનના વેપારી સાથે રૂપિયા 55 લાખની લૂંટ થઈ છે કે ચીલ ઝડપ થઈ છે તે અંગેની જાણ પોલીસને થતા જ તાત્કાલિક ડીંડોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ જે રીતે હાઇવે પર કારની સ્થિતિ જોવા મળી અને વેપારીની વાતો સાંભળી ઘટના ખૂબ જ ગંભીર હોવાનું પોલીસને લાગી રહ્યું હતું.જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો મોડી રાત સુધી તપાસ માટે દોડી ગયો હતો. ડીંડોલી પોલીસ સહિત એસીપી, ડીસીપી ,ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે વેપારી સાથે બનેલી ઘટનાની હકીકત સાંભળી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ઘટના અંગે ઝોન 2 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સાંજે સાડા સાત થી આઠની વચ્ચે બે વેપારી ચલથાણ રોડથી બ્લેક કલરની scorpio લઈ જઈ રહ્યા હતા.દરમિયાન એકટીવા પર પાછળથી બે લોકો આવી ગાડી ઉપર કીચડ ફેંક્યો હતો. જેને લઇ ગાડી સાઈડ કરવી પડી હતી. દરમિયાન મોપેડ ચાલકોએ નજર ચૂકવી રૂપિયા ભરેલી બેગની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યા હતા. બંને વેપારી વ્યવસાયના અર્થે કડોદરા તરફ જઈ રહ્યા હતા. આ અંગેની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. અને વધુ તપાસ પોલીસ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Dumper Accident : રાજકોટમાં ડમ્પરે કચડી નાંખતા વિદ્યાર્થિનીનું મોત, લોકોમાં ભારે આક્રોશKutch Mandvi Beach Liquor Video Viral : માંડવી બીચ આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું? વીડિયો વાયરલVapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget