Baba Bageshwar Controversy Live: બાઘેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવે તે પહેલા જ વિવાદ શરુ, જાણો કોણે કર્યો વિરોધ તો કોણ આવ્યું સમર્થનમાં
Baba Bageshwar Controversy Live: બાઘેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવે તે પહેલાં જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબાનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે.
LIVE
Background
Baba Bageshwar Controversy Live: બાઘેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આવે તે પહેલાં જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબાનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને કેટલાક લોકોએ ચેલેન્જ પણ આપી છે. તો આવો જોઈએ આ મામલે કોણે શું નિવેદન આપ્યું.
બાબા બાગેશ્વર મુદ્દે કરણી સેના મેદાનમાં
: બાબા બાગેશ્વર મુદ્દે કરણી સેના મેદાનમાં આવી છે, છેલ્લા કેટલાક દિવસોથી બાબા બાગેશ્વરની દિવ્ય દરબારને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કરણી સેનાએ ઝંપલાવ્યુ છે. કરણી સેનાએ બાબા બાગેશ્વરનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની રણનીતિ ગોઠવી છે. રાજકોટમાં બાબા બાગેશ્વરને લઈને રાજપૂત કરણી સેના હવે મેદાનમાં આવી ગઇ છે. કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થશે, આગામી 1લી અને 2જી જૂનના રોજ બાબા બાગેશ્વર રાજકોટ આવશે ત્યારે કરણી સેના ખડે પગે રહેશે. કરણી સેનાએ કહ્યું - અમે પણ સનાતન ધર્મમાં માનીએ છીએ, અને જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવશે તો જોયા જેવી થશે. કરણી સેનાએ તેમના કાર્યક્રમને લઈને રણનીતિ ગોઠવી છે. તેમને કહ્યું કે, હિન્દુના દીકરાનો કોઈ વિરોધ કરશે તો જોયા જેવી થશે.
બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ
બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં પણ ભરશે દિવ્ય દરબાર
દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હવે અમદાવાદમાં દિવ્ય દરબાર ભરશે. માહિતી પ્રમાણે આગામી 29 અને 30 મેના દિવસે અમદાવાદમાં દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજશે. માહિતી પ્રમાણે, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર આગામી 29 અને 30 મેએ અમદાવાદમાં પણ યોજાશે. ખાસ વાત છે કે, સેક્ટર 6ના અંબે માતાના મંદિરમાં ગયા વર્ષે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજ સ્થાન પર દિવ્ય દરબાર યોજનાનો સંકલ્પ લીધો હોવાનો આયોજકોનો દાવો કરી રહ્યાં છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબે માતા મંદિરના દર્શન કર્યા હતા.
સુરતમાં સી.આર.પાટીલ રહી શકે છે હાજર
સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત આજુબાજુના રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે. ગુજરાતમાં બાગેશ્વર સરકાર ચર્ચાનો મુદ્દો બન્યો છે.
મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને શું ફેંક્યો પડકાર ?
બાબા બાગેશ્વરની ગુજરાત મુલાકાત પહેલા વિવાદો શરૂ થઈ ગયા છે. રાજકોટ બાદ મોરબીમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો છે. મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકતા કહ્યું, મોરબીમાં થયેલી નિખિલ હત્યા કેસના આરોપીને પકડી આપે તો દસ લાખ આપશે. આ ઉપરાંત 2015માં નિખિલ ધામેચા હત્યા કેસ થયો હતો, જેના આરોપી પકડાયા નથી તો તેની હત્યા શા માટે થઈ હતી તે પણ કારણ હજુ કારણ અકબંધ છે. આ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી આરોપી પકડી આપશે તો દસ આપવા રમેશ રબારીએ તૈયારી દર્શાવી છે.