Rajkot: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટ આકરા પાણીએ, રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને ગણાવ્યા જવાબદાર
Rajkot Game Zone fire: હાઇકોર્ટે કહ્યું હતું કે ગેમઝોન અગ્નિકાંડ માટે રાજકોટ મનપા કમિશનર જવાબદાર છે. ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ મનપા કમિશનર જવાબદાર છે

Rajkot Game Zone fire: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને જવાબદાર ગણાવ્યા હતા. જવાબદાર પક્ષકારોને 31 મે સુધીમાં સોગંદનામું રજૂ કરવાનો આદેશ પણ હાઇકોર્ટે આપ્યો હતો.
હાઇકોર્ટે કહ્યું હતું કે ગેમઝોન અગ્નિકાંડ માટે રાજકોટ મનપા કમિશનર જવાબદાર છે. ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ મનપા કમિશનર જવાબદાર છે. આપણે જે નિર્દોષ બાળકો ગુમાવ્યા જેની જવાબદારી પ્રશાસનની છે. RMCએ હાઈકોર્ટના હુકમોનું પાલન કર્યું નથી. આ અધિકારી સામે પગલા લઈ સરકાર સસ્પેન્ડ કરે. સંલગ્ન ચીફ ફાયર ઓફિસરને સોગંદનામા પર વિગતો રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આગની દુર્ઘટનાઓ નિર્દોષોના જીવ માટે ખલનાયક બની છે.
બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર હોબાળો કરવામાં આવ્યો હતો. સ્વજનોની ભાળ મેળવવા રાહ જોઇ રહેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્રણ દિવસ વિત્યા છતા ગુમ થયેલાઓની ભાળ ન મળતા પરિવારજનો ગુસ્સે થયા હતા. તાત્કાલિક જવાબ આપવાની પરિવારજનોએ માંગ કરી હતી. અમને ક્યારે જવાબ મળશે તેવો પરિવારજનોએ સવાલ કર્યો હતો.
મૃતકોના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. મીડિયાની વાત ન માનવાની રાજકોટ પોલીસ વાતો કરી રહી છે. ઈમરજન્સી નંબર પર સંપર્ક કરવાની રાજકોટ પોલીસે અપીલ કરી હતી. પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં 27 લોકોનું મિસિંગ લિસ્ટ છે.
6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા
રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. ગત મોડીરાત્રીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણ લેવામાં આવ્યો છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની અટકાયત કરી. સાથે જ બીયરની ટીમ મળી આવતા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગો કાર્ટ બિલ્ડિંગના પ્રથમ માળે સંચાલકની ઓફિસમાંથી ટીન મળી આવ્યાં છે. જેથી બિયરના 8 જેટલા ટીન મળી આવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે સોળસો રૂપિયાના બિયરના ટીન કબજે કર્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
