Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
ગોંડલ: બીજેપી નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ ભારે નારાજગી જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજના અનેક મોભીઓએ આ નિવેદનને વખોડી કાઢ્યું.
ગોંડલ: બીજેપી નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ ભારે નારાજગી જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજના અનેક મોભીઓએ આ નિવેદનને વખોડી કાઢ્યું અને બીજેપી નેતા સામે કાર્યવાહીની પણ માગણી કરી છે. તો બીજી તરફ વિવાદ વધતા આજે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને અન્ય રાજકીય આગેવાનો દ્વારા આ મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોંડલના સેમળા ગામમાં આવેલા ગણેશ ગઢમાં ક્ષત્રિય સમાજની બેઠક ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત અનેક ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. રાજ્યસભાના સાંસદ, ક્ષત્રિય સમાજના ધારાસભ્યો અને સંગઠનના આગેવાનો ઉપસ્થિત છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
કોણ કોણ આ બેઠકમાં હાજર છે
ગોંડલ ખાતે મળેલ બેઠકમાં જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય ગોંડલ), કિરીટસિંહ રાણા (ધારાસભ્ય), કેસરીદેવસિંહ ઝાલા (રાજ્યસભાના સાંસદ), નરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન), રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહીત રાજકોટ શહેર જિલ્લાના ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.
ધવલ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલ દવેએ ક્ષત્રિય સમાજ અને મહારાણા પ્રતાપ વિશે વાત કરી હતી. ભાજપના પીઢ નેતા રાજેન્દ્રસિંહ રાણાને ધવલ દવેએ યાદ કર્યા હતા. કોંગ્રેસના પર ધવલ દવેએ આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ની આગેવાનીમાં ગોંડલ સ્થિત મળેલ બેઠક બાદ સમાધાન થવાની પુરી શક્યતા છે. પરષોત્તમ રૂપાલાએ કરેલ નિવેદન યોગ્ય નથી પરંતુ તેઓએ તુરંત માફી માંગી તો આપણે માફી આપવી જોઈએ. ભૂતકાળમાં અનેક લોકોને માફી આપવામાં આવી છે તો પરષોત્તમ રૂપાલાને પણ માફી આપવી જોઈએ તેવો આગેવાનો દ્વારા મત આપવામાં આવ્યો. ભાજપના અગ્રણી ક્ષત્રિય સમાજના લોકોએ સંબોધન કર્યું.
કિરીટસિંહ રાણા આપ્યું નિવેદન
ગોંડલમાં ક્ષત્રિય અગ્રણી લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. કિરીટસિંહ રાણાએ કહ્યું અમે પણ સમાજના વ્યક્તિ.
તમને જેટલું દુઃખ થયું,એટલું જ અમને દુઃખ થયું છે. કિરીટસિંહ રાણાએ કહ્યું અમે પણ તમારા થકી જ નેતા બન્યા હતા.
રાજકોટ જિલ્લા ભાજપના અલ્પેશ ઢોલરીયાનું નિવેદન
તો આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપના અલ્પેશ ઢોલરીયાએ કહ્યું કે, ક્ષત્રિયના ખોળે જન્મ લેવાનું ભગવાન રામ અને કૃષ્ણનું પણ અહો ભાગ્ય. અલ્પેશ ઢોલરીયાએ કહ્યું આગામી 30 વર્ષ અમારો ગણેશભાઈ ધારાસભ્ય બને. જયરાજસિંહ જાડેજામાં તમામ ક્ષત્રિય સમાજના ગુણ.
પ્રદેશ ભાજપના અગ્રણી મહેન્દ્રસિંહ સરવૈયાનું નિવેદન
હવે તલવારું લઈને લડવાનો સમય નથી, અત્યારે બધા મોબાઈલમાં લડે છે. પરષોતભાઈએ માફી માગી,હવે માફ કરવા જોઈએ. રાજ્યસભાના સાંસદ બનવાનું મને સપનું હતું. ક્ષત્રિય સમાજ મતદાન પુરેપુરુ કરે તો આપણી નોંધ લેવાઈ. રૂપાલા સાહેબની ભૂલ થઈ માફી હવે આપવી જોઈએ.
પદ્મિનીબાએ નોંધાવ્યો વિરોધ
રાજકોટ જિલ્લાના ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અધ્યક્ષતા ક્ષત્રિય સમાજની બેઠક પહેલા વિરોધ પણ સામે આવ્યો છે. ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી અને ભાજપ સાથે જોડાયેલ પદ્મિનીબા વાળા દ્વારા બેઠકનો વિરોધ નોંધવામાં આવ્યો છે. જ્યાં સુધી રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ન ખેંચે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. જોકે, એક વાત એક વાત એ પણ છે અગાઉ ખુદ પદ્મિનીબા દ્વારા રૂપાલાનો પ્રચાર કરવામાં આવ્યો છે.