Rajkot: રાજકોટમાં મેયર પદ માટે ધમધમાટ શરૂ, જાણો ક્યા નામોની થઈ રહી છે ચર્ચા
હાલમાં રાજકોટના મહિલા મેયર માટે ડો.દર્શનાબેન પંડયા, નયનાબેન પેઠડીયા, જ્યોત્સનાબેન ટીલારા અને ભરતીબેન પરસણાનું નામ ચર્ચાઈ રહ્યા છે.
Rajkot: રાજકોટમાં મેયર પદ માટે ધમધમામટ શરૂ થઈ ગયો છે. રાજકોટમાં મનપાના વર્તમાન પદાધિકારીઓની ટર્મ પુરી થવાને હવે માત્ર 25 દિવસ બાકી છે. રાજકોટ મનપા મેયર, ડે. મેયર. સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન, દંડક સહિતના લોકો માટે ભાજપ દ્વારા કવાયતો શરૂ થઈ ગઈ છે. આ માટે અનેક લોકોએ લોબિંગ પણ શરૂ કરી દીધાની ચર્ચા છે. જોકે આ વખતે રાજકોટ મનપા મેયર માટે મહિલા અનામત છે. આ કારણએ જ
મહિલા મેયર માટે અનેક નામોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
હાલમાં રાજકોટના મહિલા મેયર માટે ડો.દર્શનાબેન પંડયા, નયનાબેન પેઠડીયા, જ્યોત્સનાબેન ટીલારા અને ભરતીબેન પરસણાનું નામ ચર્ચાઈ રહ્યા છે. ડે. મેયર માટે પણ અનેક નામો ચર્ચામાં છે. જેમાં નીતિન રામાણી, ચેતન સુરેજા, ડો.અલ્પેશ મોરઝરીયા, પરેશ પીપળીયાના નામ સૌથી આગળ છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમને માટે પણ અનેક નામો ચર્ચામાં છે. જેમાં નેહલ શુક્લ, મનીષ રડીયા, દેવાંગ માંકડ, અશ્વિન પાંભર, જયમીન ઠાકરના નામો સૌથી આગળ છે. સાથે જ શાસક પક્ષના નેતા તરીકે અનેક નામ ચર્ચામાં છે જેમાં બાબુ ઉધરેજા, નિલેશ જલુ, નરેન્દ્રસિંહ જાડેજા, કેતન પટેલના નામ મોખરે છે. ઉલ્લેખનીય છે કે જે નામો ચર્ચામાં છે તેમની જ પ્રદેશમાંથી જાહેરાત થશે કે નવું નામ આવશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ હી છે.
પાંચ લાખથી વધુ મિલ્કતો, ૧૮ લાખની વસ્તી, ૧૬૩.૩૨ ચોરસ કિલોમીટરનો વિસ્તાર, વર્ષે રૂ।.૨ હજાર કરોડનું બજેટ અને ૧૦૦૦ કરોડનો વાસ્તવિક ખર્ચ ધરાવતા રાજકોટમાં મહાપાલિકાના ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોમાંથી ભાજપ ફરી એક વખત નવા મેયરની પસંદગી કરશે. આ પહેલા ભાજપે નવોદિત કોર્પોરેટર પ્રદિપ ડવની પસંદગી કરી હતી. નોંધનીય છે કે, આ પહેલા રાજકોટમાં મેયર પદ માટે ચારથી પાંચ દાવેદારો હતા જેમાંથી પ્રદિપ ડવની પસંદગી થઈ હતી. નોંધનીય છે કે, ગયા વખતે મેયરની પસંદગી સમયે કોંગ્રેસના ગત ટર્મમાં કૂલ ૩૪ સામે હવે માત્ર ૪ કોર્પોરેટરો જ હોવાને કારણે અવાજ મંદ પડી ગયો હતો અને ૭૨માંથી હાજર ૭૧ કોર્પોરેટરો દ્વારા સર્વાનુમતે નવા મેયરની વરણી થઈ હતી.