વિશ્વમાં કોરોનાના નવા વેરિયેન્ટ EG-5થી ફરી કેસોમાં મોટો વધારો, જાણો WHO એ શું આપી ચેતવણી
Covid-19: આ નવો વેરિયેન્ટ એક્સબીબી કરતા વધારાનું એમીનો એસીડ ધરાવે છે, ઉપરાંત મ્યુટન્ટ થઈને EG 5.1 બનતા તેમાં વધુ સ્પાઈક જોવા મળ્યું છે.
Coronavirus: વિશ્વમાં કોરોનાના નવા વેરિયેન્ટ EG-5ના કેસોમાં મોટો વધારો થયો છે. કોરોનાના વધુ જોખમી વેરિયેન્ટનો સૌથી વધુ ખતરો ચીનમાં સર્જાયો છે. ચાર સપ્તાહમાં 80 ટકાના વધારા સાથે કેસો 15 લાખને પાર: 'હૂ'ની એલર્ટ રહેવા તાકીદ
ત્રણ માસ પહેલા મે- 2023માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના મહામારીનો અંત જાહેર કર્યા બાદ કોરોના સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ફરી સમગ્ર વિશ્વને રૂપ બદલતા નવા વેરિયેન્ટ અંગે ચેતવ્યું છે. નવા વેરિયેન્ટ્સથી ખાસ કરીને ઈજી-૫ કે જે પછી સબ વેરિયેન્ટ EG 51માં પણ ફેરવાયો છે તેનાથી વિશ્વભરમાં કોરોના કેસોએ ફરી મોં ફાડયું છે. આ નવો વેરિયેન્ટના સૌથી વધુ સિક્વન્સીઝ ચીનમાં 2247 જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે મૂળ કોરોના (કોવિડ-19) પણ ચીનના વુહાન પ્રાંતથી વિશ્વભરમાં ફેલાયો હતો.
નવો વેરિયેન્ટ તા. 17-2-2023ના મળ્યો હતો, જે રૂપ બદલતો હોય ગત તા. 19-7- 2023થી તેનું મોનીટરીંગ શરૂ કરાયું છે. આ નવો વેરિયેન્ટ એક્સબીબી કરતા વધારાનું એમીનો એસીડ ધરાવે છે, ઉપરાંત મ્યુટન્ટ થઈને EG 5.1 બનતા તેમાં વધુ સ્પાઈક જોવા મળ્યું છે. તે ચીન ઉપરાંત યુ.એસ.એ. કોરિયા, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, યુ.કે., ફ્રાન્સ, સ્પેન વગેરે દેશોમાં તે જોવા મળ્યો છે અને તેના કેસો વધી રહ્યા છે. જેમ કે ગત તા. 19થી 25 જૂનના સપ્તાહમાં આ નવા વેરિયેન્ટના કેસો 7.4 ટકા હતા તે ગત તા. 17થી 23 જૂલાઈના સપ્તાહમાં 10 ટકા વધીને 17.4 ટકા થયા છે. અન્ય તમામ વેરિયેન્ટ કરતા ઈજી-૫ સૌથી વધુ (49.1 ટકા) નોંધાઈ રહ્યો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના આજના રિપોર્ટ મૂજબ ગત ચાર સપ્તાહમાં વિશ્વમાં કોરોના કેસોમાં 80 ટકાનો વધારો થયો છે અને કેસોની સંખ્યા 15 લાખે પહોંચી છે. જ્યારે 2500 લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત હવે ઘણાએ કોરોના પૂરો થયાનું માનીને અનેક દેશોથી અસંખ્ય કેસો જાહેર કરાતા નથી.આજની સ્થિતિએ વિશ્વના 234 દેશો પૈકી ભારત સહિત 103 દેશોમાં કોરોના કેસો નોંધાઈ રહ્યા છે.
આ અન્વયે 'હૂ'એ વિશ્વના દેશોને એલર્ટ રહેવા તાકીદ કરીને જણાવ્યું છે કે આજે પણ કોરોનાથી લોકો બપિમાર પડે છે, મોત નીપજે છે. વાયરસ રૂપ બદલી રહ્યો છે અને અચાનક કેસો વધી જાય અને મોતનું પ્રમાણ વધી જાય તેવું જોખમ હજુ જારી છે.
આ પણ વાંચોઃ